બે મહીના બાદ પણ મુંબઇ પોલીસે સુશાંત મામલે એફઆરઆઇ દાખલ કરી નથીઃ ભાજપ
મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં જયારે ભાજપ ધારાસભ્ય રામ કદમે સવાલ ઉઠાવ્યો છે ભાજપના પ્રવકતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને પુછયુ છે કે આખરે કેમ અત્યાર સુધી બે મહીના વિતી ગયા છતાં પણ આ મામલામાં મુંબઇ પોલીસ તરફથી કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી.મુંબઇ પોલીસની ઇચ્છા શું છે. સરકાર કેમ આ મામલામાં જનમતની સાથે નથી. જયારે એક તરફ સમગ્ર દેશ આ મામલાને સીબીઆઇ પાસે તપાસ કરાવવાની ઇચ્છા ધરાવે છે. તો મહારાષ્ટ્ર સરકાર તેમાં કેમ અવરોધ ઉભો કરે છે.આખરે એવી શું કારણ છે કે સરકાર આ મામલામાં સીબીઆઇને સોંપવા ઇચ્છતી નથી આખરે સરકાર પર કયું દબાણ છે અને સરકાર કયાં લોકોને બચાવવાના પ્રયાસમાં લાગી છે સરકારની આ હરકતોના કારણે મુંબઇ પોલીસનું કામ દાગદાર થઇ રહ્યું છે.
સુશાંત સિંહ મામલામાં બિહાર પોલીસ જયારે મુંબઇ તપાસ માટે આવી ત્યારે મુંબઇ પોલીસ તરફથી જે અપેક્ષિત સહયોગ મળવો જાેઇએ તો હતો તે પણ મળ્યો નહીં ઉલ્ટું તેમના વરિષ્ઠ અધિકારીને બીએમસીએ કવારંટીન કરી દીધા સાથમાં અન્ય અધિકારીઓને પણ તપાસમાં કોઇ પણ સહયોગ મળ્યો નથી આ તમામ વાતોથી મામલામાં કંઇક ગડબડ જરૂર નજરે પડી રહી છે.HS