વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાજપાઇનો રેકોર્ડ તોડયો
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અટલ બિહારી બાજપાઇને પાછળ પાજી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવી લીધો છે. બાજપાઇ પોતાના તમામ કાર્યકાળાને મિલાવી ૨,૨૬૮ દિવસો સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં જે આજ પહેલા સુધી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતાં. વડાપ્રધાન મોદીએ ગુરૂવારે તેમને આ મામલામાં પાછળ પાડી દીધા છે.
૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી તેમણે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન તરીકે સોગંદ લીધા હતાં બાદમાં ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપને ફરી મોટી જીત મળી અને નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા વાજપાઇ ત્રણ વાર ભારતના વડાપ્રધાન રહ્યાં પહેલીવાર તે ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા પરંતુ બહુમતિ સાબિત કરી શકયા નહીં ત્યારબાદ તેઓ ૧૯૯૮ અને ૧૯૯૯માં વડાપ્રધાન બન્યા અને ૨૦૦૪ સુધી સત્તામાં રહ્યાં હતાં બાજપાઇ પહેલા એવા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતાં જેમણે પોતાનો કાર્યકાળ પુરો કર્યો હતો.
જો વાત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાની કરવામાં આવે તો આ રેકોર્ડ પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નામે છે તે ૧૬ વર્ષ ૨૮૬ દિવસ સુધી વડાપ્રધાન રહ્યાં હતાં બીજા નંબર પર તેમની પુત્રી ઇન્દિરા ગાંધી છે જે ૧૫ વર્ષ ૩૫૦ દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં. ભારતમાં સૌથી ઓછી મુદ્તના વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ગુલજારી લાલ નંદાના નામે છે લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ તે ૨૨ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ સુધી ૧૩ દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન રહ્યાં આ પહેલા જવાહરલાલ નહેરૂના નિધન બાદ પણ તે ૨૭ મે ૧૯૬૪થી ૯ જુન ૧૯૬૪ સુધી કાર્યકારી વડાપ્રધાન રહ્યાં હતાં.HS