પત્નિની ફરિયાદ : પતિ જેઠાણી સાથે અનૈતિક સબંધ ધરાવે છે
અમદાવાદ:રાજ્યમાં સંબંધોને ધૂળધાણી કરતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમદાવાદમાં રહેતી પરિણીતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને આપણને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. અમદાવાદની પરિણીતાઓ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખી ઘટના સામે આવી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ પર આક્ષેપ કરતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મારો પતિ મારી જેઠાણી સાથે એક જ રૂમમાં એક જ બેડ પર સુવે છે, હું ઘરમાં હોઉં છતાં તે મારી નજર સામે જેઠાણી સાથે સુવે છે.
એટલું જ નહીં તેના પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધની જાણ આખા ઘરને છે. ખુદ તેના સાસુએ આ વાત બહાર ન જાય તે માટે ધમકી આપી હતી. આ આક્ષેપ સાથે ફરિયાદ કરતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ તેના લગ્ન સમાજના રિવાજ મુજબ મધ્યપ્રદેશમાં થયા હતા. લગ્ન કરીને તે પતિના ઘરે પહોંચી ત્યારે બીજા દિવસે તેની સાસુએ તેને કહ્યું કે, તારા પતિ અને મોટી વહુ વચ્ચે સંબધ છે પણ તું આંખ આડા કાન રાખજે પહેલા તો પરિણીતા આ વાત નજર અંદાજ કરી પણ આ વાત સાચી સાબિત થવા લાગી હતી.
થોડા દિવસ અગાઉ એક દિવસ પરિણીતા વહેલી સવારે તેના પતિને શોધી રહી હતી. ત્યારે તેનો પતિ અને જેઠાણી બીજા રૂમમાં કઢંગી હાલતમાં હતા. અને પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ વાત પરિણીતાએ તેના પિતાને કહી પણ પિતાએ તેને ઘર ન તૂટે તે માટે સમજાવી હતી. થોડા દિવસ બાદ આ સિલસિલો રોજનો અને ખુલેઆમ થવા લાગ્યો અને તેનો વિરોધ કરતા સાસરિયાએ પરિણીતાને ધમકાવી અને માર માર્યો હતો. આ ઘટના બાદ પરિણીતા અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. હાલ આ સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.