Western Times News

Gujarati News

“અક્ષયપાત્ર”ની “માનવસેવા”

અમદાવાદ,  ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન’ એ સ્વયંસેવી સંસ્થા છે કે જેનો એક માત્ર ઉદ્દેશ છે કે ‘ભૂખના લીધે કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય’ પોતાની આ પરિકલ્પના ને સાકાર કરવા હેતુ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગરમ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે…પણ આ સંસ્થાએ તાજેતરમાં સાણંદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હોસ્પિટલોમાં દાખલ કરાયેલા કોવિડ પોઝીટીવ દર્દીઓના સગાઓને પણ વિનામૂલ્યે ભોજન પુરુ પાડીને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે. હાલ પણ સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટન્મા સહયોગથી સ્થાનિક હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગા અને અન્ય જરૂરિયાતમંદ હોય તેવા ૧૫૦થી વધુ લોકોને છેલ્લા ૧૫ દિવસથી ભોજન પુરુ પાડે છે.

વર્ષ ૨૦૦૦માં બેંગલુરૂ ખાતે ૧૫૦૦ બાળકોને ભોજન આપવાથી શરૂ કરેલ સેવાકીય પ્રવૃતિને સમાજના બહોળા વર્ગ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી છે અને લોકસહયોગથી આજે ‘ક્ષયપાત્ર’ સંસ્થા 12 રાજ્યમાં કુલ કેન્દ્રીકૃત રસોઈ ઘર મારફત દૈનિક ૧૮ લાખ કરતાં વધુ બાળકોને ભોજન પૂરું પાડે છે. ગુજરાતમાં આ અક્ષયપાત્ર સંસ્થાએ કલોલ, ભુજ, ભાવનગર, વડોદરા તથા સુરત ખાતે રસોઈઘર કાર્યરત કરીને આવેલ છે દૈનિક સાડા ચાર લાખ જેટલા બાળકોને ભોજન પૂરું પાડી રહી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય પાત્ર ફાઉન્ડેશન ગુણવત્તાના ઉંચા ધોરણો અને ન્યૂનતમ માનવ સંપર્ક વડે
અત્યાધુનિક તકનીક દ્વારા ભોજન તૈયાર કરે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન નિયમિત પણે બાળકોની સેવા કરવા ઉપરાંત કુદરતી આપદાના સમયે સરકાર અને સમાજની પડખે ઊભા રહીને તેમને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહે છે. હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે સમાજનો બહોળો વર્ગ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોવિડ-19 ને નાથવાના ભાગરૂપે લાદવામાં આવેલ લોકડઉન અને ત્યારબાદ નિર્માણ થયેલ પરિસ્થિતિઓ આર્થિક રીતે નબળા લોકોને બે ટંકનું ભોજન મેળવવા પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા લોકડઉન શરુ થયાની દિવસથી જરૂરિયાતમંદોને ભોજન તૈયાર તથા કાચી રાશન સામગ્રી પૂરી પાડીને તેમને મદદરૂપ થાય છે.

ખાસ કરીને લોકડઉન સમયે વિવિધ કક્ષાએ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. કોવિડ-19 ડિસાસ્ટર રીલીફ ફીડીંગ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા સમગ્ર દેશભરમાં ૭.૩૮ કરોડ કરતાં પણ વધુ ભોજન પૂરા પાડેલા છે, અને ગુજરાત રાજયમાં ૭૦ લાખ જેટલા ભોજન પૂરા પાડવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ છે અને જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ ભોજન તથા
રાશન કીટ સામગ્રી પૂરી પાડવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.