Western Times News

Gujarati News

કોરોના વિરોધી રસીનું ત્રીજા ચરણનું ટ્રાયલ ફિલિપાઈન્સમાં

મોસ્કો, રશિયાએ વિશ્વભરમાં પહેરી કોરોના વેક્સિન લોન્ચ કરી તેની સાથે કેટલાક સવાલો પણ સર્જાયા હતા. જોકે, રશિયાએ આ સવાલો વચ્ચે હવે કહ્યું છે કે, કોવિડ-૧૯ વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ફિલિપાઈન્સમાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે થશે. ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકેએ ગુરૂવારે કહ્યુ કે રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ઓક્ટોબરથી માર્ચ સુધી ફિલિપાઈન્સમાં થશે. આ સમાચાર એટલા માટે મહત્વના છે કે કેમ કે રશિયાએ ત્રીજા તબક્કાના ટ્રાયલ પહેલાં જ કોરોના વેક્સિન વિકસિત કરી લેવાની જાહેરાત કરીને પૂરી દુનિયાને હેરાન કરી દીધી છે.

જોકે, વેક્સિનના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ બાકી હોવાના કારણથી સમગ્ર દુનિયામાં આને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.
આ વેક્સિનને રશિયાની ગમાલયા શોધ સંસ્થા અને રક્ષા મંત્રાલયે મળીને તૈયાર કરી છે. રશિયા રાષ્ટ્રપતિ પુતિની દીકરીને સૌથી પહેલાં આ રસી આપવામાં આવી હતી. કોરોનાની આ રસીનું નામ રશિયાએ ૧૯૫૭ના વર્ષમાં બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક ૧ ઉપરથી આપ્યું છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે રશિયા વિદેશી બજારમાં ‘સ્પુતનિક વી’ નામથી માર્કેટિંગ કરશે. રશિયાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને આવતા મહિને રસી આપવાની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવશે. આ સાથે જ રશિયા કોરોના વાયરસની રસી બનાવનાર પ્રથમ દેશ બની ગયો છે. રશિયાના નાણામંત્રી કિરીલ દિમિત્રિકે જાણકારી આપી કે દુનિયાના ૨૦થી વધારે દેશોએ રશિયાને એક અબજથી વધારે રસીના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.