જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આતંકી અડ્ડા નષ્ટ કર્યા
શ્રીનગર, સુરક્ષાદળોની સંયુકત ટીમે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જીલ્લાના બદરૂ બારસોમાં બે આતંકી અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. લશ્કરના આ આતંકી સ્થળો પર ભારે માત્રામાં દારૂગોળાની સાથે જ અન્ય વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી છે સેનાની ૫૦ આરઆર સીઆરપીએફની બટાલિયન ૧૩૦ અને અવંતીપોરા પોલીસની સંયુકત ટીમે આ સફળ ઓપરેશનને પરિણામ આપ્યું હતું. એ યાદ રહે કે પોલીસને માહિતી મળી હતી કે અવંતીપુરાના બદરૂ બારસો વન વિસ્તારમાં લશ્કરના આતંકીઓ છુપાવવાના સ્થળો બનાવી રહ્યાં છે આ માહિતીના આધારે સેનાની ટીમે તલાશી અભિયાન શરૂ કર્યું અને બે આતંકી સ્થળોને શોધી કાઢયા અને તચેને નષ્ટ કરી દીધા આતંકીઓના સ્થળેથી એ કે ૪૭ની ૧૯૧૮ કારતુસ બે ગ્રેનેડ એક યુઝીબીએલ થ્રોવર ચાર યુઝીબીએલ અમોનિયમ નાઇટ્રેટ જેવા પદાર્થ સાથે બે અન્ય વાંધાજનક વસ્તુ પણ મળી આવી છે.SSS