૬.૨ મિલિનય લોકોએ સડક ૨નું ટ્રેલર ડિસલાઇક કર્યું
મુંબઈ: પૂજા ભટ્ટએ સડક ૨નાં ટ્રેલર ને મળી રહેલી ભારે ડિસલાઇક્સ પર પોતાનું રિએક્શન આપ્યુ છે.એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ સંજય દત્ત આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટાર ફિલ્મ ‘સડક-૨’નાં ટ્રેલરનો ભારે વિરોધ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર ટ્રેલરને ભારે ડિસલાઇક્સ મળી રહી છે. અત્યાર સુધીમાં ૬.૨ મિલિનય લોકોએ સડક-૨નું ટ્રેલર ડિસલાઇક કર્યુ છે. ત્યારે હવે આ મામલે પૂજા ભટ્ટનું રિએક્શન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે આ વિરોધનો તેને કંઇ ફરક પડતો નથી.
પૂજા ભટ્ટે ‘સડક-૨’ને ટ્રોલ કરી રહેલાં લોકોને જવાબ આપ્યો છે. એક ટિ્વટર યૂઝરે પૂજા ભટ્ટને ટેગ કરીને લખ્યુ છે કે, ‘પૂજા ભટ્ટ હેટર્સ માટે ચિંતા કરવાની જરૂર નથી. ૬.૨ મિલિયન ડિસલાઇક્સ છતાં પણ સડક-૨ નંબર ૧ ટ્રેડિંગ પર છે. ફિલ્મ માટે શુભકામનાઓ. આ યૂઝરની પોસ્ટનાં રિપ્લાયમાં પૂજા ભટ્ટે હસતાં ઇમોજી મુક્યા છે અને લખ્યુ છે કે, ‘મને જરાં પણ ચિંતા નથી લવર્સ/હેટર્સ એક સિક્કાની બે બાજુ છે.
પોતાનો સમય આપવા માટે અને તેને ટ્રેન્ડિંગ બનાવવી રાખવા માટે મારે બંનેને શ્રેય આપવો પડશે. આપની શુભેચ્છા માટે ધન્યવાદ. પૂજા ભટ્ટની આ ટિ્વટ પર તેની માતાએ રિટિ્વટ કરીને તેનાં વખાણ કર્યા છે અને લખ્યુ છે કે, ‘સ્માર્ટ ગર્લ, બહુજ સાચી વાત છે’ આપને જણાવી દઇએ કે, સડક-૨ની લાંબા સમયથી ચર્ચા હતી. ટ્રેલર રિલીઝ થયા બાદ તે સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની ગયો છે.
આ ફિલ્મને વધુ દિલચસ્પ બનાવવા માટે સંજય દત્તની જુની ‘સડક’ની બેકગ્રાઉન્ડ સ્ટોરી પણ લેવામાં આવી છે. જે સાથે દર્શાવવામાં આવ્યું છે કે, આલિયા ભટ્ટ ફેક ગુરુઓ વિરુદ્ધ જંગ લડતી નજર આવશે.