રાજામૌલી તેમજ તેમનો પરિવાર કોરોના મુક્ત થયો
મુંબઈ: કોરોના વાયરસથી આખો દેશ લડી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. ગત દિવસોમાં સાઉથનાં જાણીતા ડિરેક્ટર એસ એસ રાજામૌલી અને તેમનો પરિવાર કોરોના વાયરસની ચપેટમાં આવ્યો હતો. હવે રાજામૌલીનાં ફેન્સ માટે સારા સમાચાર છે. બે અઠવાડિયા સુધી ક્વાૅરન્ટિનમાં રહ્યાં બાદ રાજામૌલી અને તેમનો પરિવાર કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેની જાણકારી રાજામૌલીએ ટિ્વટ કરી ફેન્સની સાથે શેર કરી છે.
તેમણે ટિ્વટમાં લખ્યુ છે કે, ‘ક્વાૅરન્ટીનનાં બે અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે. હવે કોઇ લક્ષણ નથી. ટેસ્ટ કરવાંમાં આવ્યો તો અમે સૌ કોરોના નેગેટિવ છીએ. ડોક્ટરે કહ્યું કે, અમારે હજુ પણ ત્રણ અઠવાડીયા સુધી રાહ જોવાની છે ,તે બાદ માલુમ પડશે કે અમે પ્લાઝમા ડોનેશન માટે એન્ટીબોડીઝ ડેવલપ કરી છે કે નહીં.
આપને જણાવી દઇએ કે, ૨૯ જુલાઇનાં રાજામૌલીએ ટિ્વટ કરીને માહિતી આપી હતી કે, તેમને અને તેમનાં પરિવારને સામાન્ય તાવ હતો. જે બાદ ડોક્ટર્સની સલાહ પર અમે પાતાને હોમ ક્વાૅરન્ટીન કરી લીધા હતાં. જે બાદ તેમનાં પરિવારનો કોરોના ટેસ્ટ થયો અને પરિણામમાં તેઓ પણ કોવિડ-૧૯ હળવાં પોઝિટિવ લક્ષણ છે. રાજામૌલી હૈદરાબાદમાં તેમની પત્ની રામા રાજામૌલી અને દીકરી મયૂખાની સાથે રહે છે.
હાલમાં તે બધા જ સ્વસ્થ છે. એસએસ રાજામૌલીએ બાહુબલી ઉપરાંત મગધીરા અને છત્રપતિ જેવી ફિલ્મો બનાવી છે. તો હવે તેઓ આરઆરઆર નામની ફિલ્મ લઇને આવવાનાં છે જેમાં રામ ચરણ, જૂનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે.