Western Times News

Gujarati News

એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે  ખેડુતોનું દેવા માફીનું બીલ મંજુર કરવા આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ-જીત ત્રિવેદી,ભિલોડા)
(પ્રતિનિધિ) ભિલોડા,  વરસાદ ખેંચાતાં ખેડુતો ચિંતાતુર છે.વિધાનસભામાં ધારાસભ્યોનું બહુમતથી પગાર બીલ પાસ કરાયું છે.ખેડુતોનું દેવા માફી બીલ વિધાનસભામાં નામંજુર કરાયું છે.ખેડુતો ખેતી છોડવા માટે મજબુર થઈ રહ્યા છે.ગરીબ દેવાદાર ખેડુતોની આર્થિક કમર તુટતી જાય છે.ખડુતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મોંઘવારીના જમાનામાં મળતા નથી ? ખેતી વિષયક ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.ખેડુતો દેવાના બોજ તળે ડુબતા જાય છે.વિધાનસભામાં કરોડપતી ધારાસભ્યોએ પોતાના પગાર વધારવા માટે બહુમતીથી બીલ પાસ કર્યું છે.

વિજયનગર મામલતદાર કચેરીમાં ખેડુતોનું દેવા માફીનું બીલ મંજુર કરવા સંદર્ભે મામલતદારને ખેડુતો ધ્વારા આવેદનપત્ર અપાયું હતું.એક તરફ વરસાદ ખેંચાયો છે.સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા હાલના તબક્કે હોઈ પરંતુ આગામી સમય દરમ્યાન વિકટ પરિસ્થિતિસર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ખેડુતોના મોંઘાદાટ બિયારણો નિષ્ફળ જશે તેવી ભિતિ સેવાઈ રહી છે.ખેડુતોની આર્થિક કમર દિન-પ્રતિ-દિન તુટતી જાય છે.ખેડુતોનું દેવા માફીનું બીલ મંજુર કરવા સંદર્ભે કિસાન

ક્રાંતિ ટ્રસ્ટના હોદ્દેદારો,કાર્યકરો અને જાગૃત ખેડુતો ધ્વારા મામલતદાર પી.જી.ચૌહાણને આવેદનપત્ર અપાયું હતું.
કિસાન ક્રાંતિ ટ્રસ્ટ,પ્રમુખ સુરેશભાઈ દેસાઈ,ઉપપ્રમુખ પ્રણયકુમાર પટેલ,સહમંત્રી વિપુલકુમાર પટેલ સહિત જાગૃત આગેવાન ખેડુતોએ જણાવ્યું હતું કે એક તરફ વરસાદ ખેંચાયો છે.ખેડુતોની પરિસ્થિતિ હાલના તબક્કે એકદંરે દયનીય છે. વિધાનસભાના સત્રમાં ધારાસભ્યોના પગાર વધારાનું બીલ પસાર કરાયું હોઈ પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ખેડુતોનું દેવા માફીનું બીલ કેમ મંજુર કરાતુ નથી જા ખેડુતોનું દેવા માફીનું બીલ મંજુર ન થઈ શકતું હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપી દેવું જાઈએ તેવી માંગણી છે.

ધારાસભ્યોના પગાર વધારાના બીલ તાત્કાલીક ધોરણે મંજુર થઈ શકતા હોય તો ખેડુતોના દેવા નાબુદીના બીલ કેમ મંજુર કરવામાં આવતા નથી ? ગુજરાત રાજ્યના હજ્જારો ગામડાઓના હજ્જારો ખેડુતો ખેતી છોડી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.ખેડુતોની માંગણીઓ સત્વરે સંતોષવામાં નહી આવે તો આગામી ચુંટણીઓ દરમ્યાન ખેડુતોના પરીવારો નોટામાં મત આપશે તેવી આક્રમક ચિમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.