નૌગામમાં પોલીસ પાર્ટી પર આંતકી હુમલો બે પોલીસકર્મી શહીદ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ આતંકીઓએ સુરક્ષા દળોનો ફરી એકવાર નિશાન બનાવ્યા છે શ્રીનગરની સીમમાં નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને એક પોલીસ જવાન ઘાયલ થયો છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આતંકીઓએ નૌગામમાં ૧૫ ઓગષ્ટની સુરક્ષામાં પોલીસપાર્ટી પર હુમલો કર્યો. આ હુમલો કયાં આતંકી સંગઠને કર્યો છે તે જાણી શકાયુ નથી છેલ્લા કેટલાક દિવસોમં આતંકીઓ દ્વારા પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલાઓ વધી ગયા છે માત્ર બે દિવસ અગાઉ જ બારામુલાના સોપોર ખાતે સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો.
સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના અવંતીપોરાના જંગલવાળા વિસ્તારમાં આતંકીઓના બે ઠેકાણા નષ્ટ કર્યા હતાં અહીં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.HS