Western Times News

Gujarati News

કોંગ્રેસની નૈયા પાર, અશોક ગેહલોત વિશ્વાસ મત જીત્યા

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જયપુરી, રાજસ્થાનમાં કોંગ્રેસને અંતે રાહત થઈ છે. અશોક ગેહલોત સરકારે શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. વિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન ગેહલોતે કહ્યું કે, ભાજપે સરકાર પાડવાનું કાવતરું ઘડ્યું હતું પણ તે સફળ થયું નથી. તેમણે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરી હતી. ચર્ચા અંગે ગેહલોતના જવાબ પછી સ્પીકર સીપી જોશીએ ધ્વનિ મતથી વિશ્વાસ મત પસાર કરીને ગૃહની કાર્યવાહી આગામી શુક્રવાર એટલે કે ૨૧ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી ધારીવાલે કહ્યું કે, ભાજપ એવું કહે છે કે કોંગ્રેસે ધારાસભ્યોની વાડાબંધી કરી છે. જો આ વાડાબંધી છે તો તમે જે ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા હતા, તે શું રાસલીલા કરવા માટે મોકલ્યા હતા? ધારીવાલે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપે અડધી રાતે રાષ્ટ્રપતિને ઉઠાડ્યા હતા.

ચર્ચા વચ્ચે પ્રતિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ વારંવાર સચિન પાયલટનું નામ લઈ રહ્યા હતા. આ અંગે પાયલટે વચ્ચે ઊભા રહીને સ્પીકરને કહ્યું કે, તમે મારી સીટમાં ફેરફાર કર્યો. મેં વિચાર્યું કે, મારી સીટ અહીં કેમ છે? મે જોયું કે આ સરહદ છે. સરહદ પર એ જ વ્યક્તિને મોકલવામાં આવે છે, જે સૌથી મજબૂત હોય છે.

પાયલટે કહ્યું કે, સમય સાથે બધી વાતોનો ખુલાસો થશે. જે કંઈ કહેવાનું સાંભળવાનું હતું, તે કહી દીધું. અમારે જે ડોક્ટર્સ પાસે અમારું દુઃખ કહેવાનું હતું કહી દીધું. ગૃહમાં આવ્યા છીએ તો કહેવા સાંભળવાની વાતોને છોડવી પડશે.આ સરહદ ગમે તેટલું ફાયરિંગ થાય, ઢાલ બનીને રહીશ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, હું વિશ્વાસ મત પ્રસ્તાવનો વિરોધ કરું છું. આ પહેલા ગેહલોતે ટિ્‌વટ કરીને કહ્યું કે, રાજસ્થાનની જનતા, કોંગ્રેસ ધારાસભ્યોની એકજૂથતા અને સત્યની જીત થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.