મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મેયર સ્વચ્છતા અભિયાનમાં જાેડાયા
આજે વિશ્વ પર્યાવરણ દિવસ |
શહેરમાં પ્રદુષણમાં ઘટાડો કરવા મુખ્યમંત્રીએ પ૦ ઈ-રીક્ષાનો પ્રારંભ કરાવ્યો નગરજનો તથા સ્વૈચ્છીક સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જાેડાવા અપીલ કરતા મુખ્યમંત્રી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,
આજે વિશ્વ પર્યાવરણ દિને શહેરમાં પણ આજના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથજા મેયર બિજલ પટેલે સ્વચ્છતા અભિયાન, તથા વૃક્ષારોપણ તથા સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં જાડાયા છે.
શહેરમાંથી પ્રદુષિત વાતાવરણમાં ઘટાડો થાય એ હેતુથી ઈ-રીક્ષાઓનું પણ મુખ્યમંત્રીએ આ જે શુભારંભ કરાવ્યો છે. સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર સાબરમતી નદીના પટમાં ગાંધીઆશ્રમ પાસે જઈ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. સાથે મુખ્યમંત્રીના પત્ની પણ સ્વચ્છતા અભિયાનમાં જાડાયા હતા. મુખ્યમંત્રીએ વિશ્વ પર્યાવરણના દિવસે સંદેશો આપતા જણાવ્યુ હતુકે શહેર સ્વચ્છ તથા પ્રદુષણ મુક્ત બને એ માટે નાગરીકોના સહકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓને અભિનંદન પાઠવવું છે.
નગરજનો આ અભિયાનમાં જાડાઈ શહેરને સ્વચ્છ, સુંદર તથા પ્રદુષણ મુક્ત બનાવે તે માટે સહકાર આપવા તથા સ્વૈચ્છીક સંસ્થાઓને પણ આ અભિયાનમાં ફાળો આપવા અપીલ કરી હતી. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે તે પ્રમાણ ઘટે તથા શહેરના નગરજનોને સ્વચ્છ હવા મળે એના ભાગરૂપે મુખ્યમંત્રીએ વાવટો ફરકાવીને આજે સવારે પ૦ ઈ-રીક્ષાઓનો શુભારંભ કરાવ્યો હતો. સાબરના પાણી ગંદા તથા ફેકટરીમાંથી ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત પાણી તથા એકત્રિત થયેલ કચરાને દુર કરવાનું અભિયાન પણ આજથી શરૂ થયુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મેયર પણ આ જ પાંચ દિવસ માટે શરૂ થયેલ અભિયાનમાં જાડાયા હતા. તથા ઉપસ્થિત રહેલ લોકોને સ્વચ્છતા માટે શપથ લેવડાવ્યા હતા. આશરે ર૦ હજારથી વધુ નગરજનો આજથી શરૂ થયેલ સ્વચ્છતાના અભિયાનમાં જાડાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સતાવાળાઓ તરફથી દાવો છે કે ૧પમી જુન સુધીમાં નદી સ્વચ્છ થઈ જશે. સાથે સાથે વાસણા બેરેજના ગંદા પાણીનો લોકભાગીદારીથી નિકાલ કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાબરમતી સ્વચ્છતા અભિયાનના પ્રમુખ સ્થાને હતા આ પ્રસંગે તેમણે સ્વચ્છતાની જાળવણી અંગે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપસ્થિત લોકોને જણાવી હતી અને આ મુદ્દે હવે રાજય સરકાર ગંભીર બનીને રાજયભરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરશે તેવો નિર્દેશ આપ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીના પત્નિ પણ તેમની સાથે જાડાયા હતા અને બંનેએ સાબરમતી સ્વચ્છતા ઝુંબેશનો સફાઈ કરીને પ્રારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ ફાયરબ્રિગેડના જવાનો સ્વૈચ્છિક સંગઠનના કાર્યકરો તથા પર્યાવરણ પ્રેમીઓ આ કાર્યક્રમમાં જાડાયા હતાં.