પંજાબના મોગામાં વહીવટી કચેરી પર ખાલિસ્તાનનો ઝંડો ફરક્યો
પંદરમી ઓગસ્ટના આગલા દિવસે બે યુવકનું કારસ્તાન
મોગા, પંદરમી ઓગસ્ટ પૂર્વે પંજાબના મોગા જિલ્લાના વહિવટી કચેરીમાં કેટલાક અસામાજિક તત્વોએ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવતાં હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પોલીસે આ કૃત્ય આચનારા બે શખ્સો અંગે બાતમી આપનારને ૫૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.
#IndependenceDayIndia
In India, Sikhs removed Indian National flag from govt building and host the “Khalistan Flag” there….!Sikh nation wants separation from India….! pic.twitter.com/96gjk2Iks2
— Friend of Kashmir7 (@Frd_Kashmir) August 15, 2020
મોગા ખાતેની બહુમાળી વહીવટી કચેરીમાં બે અજાણ્યા યુવકો પ્રવેશ્યા હતા અને એક કેરસી રંગનો ઝંડો ફરકાવ્યો હતો, જેના પર ખંડા (શીખ આસ્થાનું પ્રતીક) હતું. બહાર નિકળતી વખતે આ બન્ને યુવકોએ રાષ્ટ્ર ધ્વજનું અપમાન પણ કર્યું હતુ. પોલીસના મતે સીસીટીવીમાં બન્ને આરોપી યુવકો કેદ થઈ ગયા છે. આરોપીઓએ ચાકુથી તિરંગા ઝંડાની દોરી કાપી અને ત્યારબાદ ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. સંત્રીએ બૂમો પાડતા બન્ને યુવકો ત્યાંથી ભાગી ગયા હતા.
આ વહિવટી કચેરીના પહેલા માળે ડેપ્યુટી કમિશ્નરની ઓફિસ પણ છે. ત્રણ દિવસ અગાઉ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ ૧૫ ઓગસ્ટના લાલકિલા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને ૨૫ હજાર ડોલરની રકમ આપવાની જાહેરાત કરી હતી. મોગાના એસએસપી હમનબીર સિંહ ગીલે જણાવ્યું કે આ અંગે કેસ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.