સાક્ષીએ શાયરીના અંદાજમાં પતિને શુભેચ્છાઓ પાઠવી
સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કર્યો-ધોનીએ એક ગીતની સાથે પોતાના ભૂતકાળને યાદ કરીને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું તેનાથી ઘણાં લોકોને આશ્ચર્ય
નવી દિલ્હી, એકએક પોતાના ર્નિણયો લઈને એમ એસ ધોની હંમેશા પોતાના ફેન્સ અને જાણકારોને આશ્ચર્ય ઉભું કરે છે. ધોનીએ શનિવારે સ્વતંત્રતા દિવસ પર અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને તમામ માટે આશ્ચર્ય ઉભું કરી દીધું હતું. ધોનીએ શાયરીના અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને અલવિદા કહ્યું. આ પછી ધોનીની પત્ની સાક્ષીએ પણ અલગ અંદાજમાં ફેન્સનો આભાર વ્યક્ત કર્યો. સાક્ષીએ અમેરિકાની કવિયત્રી માયા એન્જેલ્યુની પંક્તિઓ લખીને ધોનીને શુભકામનાઓ પાઠવી.
ધોનીના રિટાયરમેન્ટના ર્નિણય બાદ સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. આ તસવીરના કેપ્શનમાં સાક્ષીએ લખ્યું, “તમે જે પણ હાંસલ કર્યું છે તેના પર તમને ગર્વ થવો જોઈએ. રમતમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવા બદલ આપને શુભેચ્છાઓ. તમારી ઉપલબ્ધિઓ પર અને તમે જે વ્યક્તિ છો તેના પર મને ગર્વ છે!
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા જનૂનને અલવિદા કહેવા માટે તમે પોતાના આંસુઓને રોક્યા હશે. તમારા સ્વાસ્થ્ય, ખુશીઓ અને આગળ આવનારી સુંદર બાબતોની કામના કરું છું. આ પછી સાક્ષીએ અમેરિકાના કવિયત્રી માયા એંજેલ્યુની કેટલીક પંક્તિઓ લખીને ધોનીને શાનદાર કરિયરની પ્રશંસા કરી છે.
સાક્ષીએ લખ્યું છે કે, “લોકો ભૂલી જશે જે તમે કહ્યું, લોકો ભૂલી જશે જે તમે કહ્યું, પરંતુ લોકો એ નહી ભૂલે કે તમે તેમને કેવો અનુભવ કરાવ્યો છે. ધોનીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાહેરાત કરી, ધોનીએ સાહિર લુધિયાનવીના લખેલા સુપરહિટ ગીત “મેં પલ દો પલ કા શાયર હું” વિડીયો સાથે પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરીને તસવીરો પોસ્ટ કરીને જાણકારી આપી હતી. SSS