રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

આજ 74 માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.
ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર આજે આ પર્વ ની ઉજવણી મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે તે માટે આજના દિવસે સૌ પરિજનોએ પોતાના ઘેર ગાયત્રી મહામંત્રની વિશેષ ઉપાસના તેમજ યજ્ઞ કરી રાષ્ટ્ર માટે વિશેષ આહુતિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌ પરિજનો પોતાના ઘર પરિવારમાં વિશેષ દેશ ભક્તિના ગીતોથી ગુંજતું વાતાવરણ બનાવવા પ્રયાસ કરી.. આપણી આગલી પેઢીમાં પણ રાષ્ટ્ર માટે ત્યાગ, સમર્પણ,નિષ્ઠાની ભાવનાનો વધુમાં વધુ વિકાસ થાય તેવાં હમેશા પ્રયત્નશીલ રહે તેવો સૌને સંદેશો આપવામાં આવ્યો. રાષ્ટ્ર ભક્તિ માટે જીવનમાં સંસ્કાર ખૂબજ જરૂરી છે. સાચું અધ્યાત્મ જીવનમાં ઉતરે તો જ માનવતાના ગુણોનો વિકાસ થાય અને તો જ સાચી રાષ્ટ્ર ભાવના જાગૃત થાય. તસ્વીર બકોર પટેલ મોડાસા