નડિયાદની ૧૪ વર્ષીય અદિતીબાએ કોરોના પર લખેલ પુસ્તકનું વિમોચન કરતા ગૃહમંત્રી
જેનું નામ -The Pandemic That Never Should Have Happened And How To Stop The Next One. જેમાં મેં કોરોના વિશે ઘણી બધી માહિતી નું વર્ણન કર્યું છે જેમ કે કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે , ચેપનાં લક્ષ્ણો કયાં છે, કેવી રીતે તેના થી બચવું, અલગ અલગ રાજયો નાં હેલ્પલાઇન નંબર , કેવી રીતે લોકોએ આ કઠિન સમય માં કોરોનનો સામનો કર્યો, આર્થિક વ્યવસ્થા પર તેની અસર અને બીજી પણ ઘણી બધી વિગતો મેં મારા આ પુસ્તક માં રજુ કરી છે.
હું મારા માબાપ નો ખુબ જ હ્રદય થી આભાર માનું છું કે જેમને મને એક તક આપી કે હું કંઇક કરી શકું .તેઓ મને બધી બાબતે સહાયરૂપ થયા અને મને હિંમત આપી કે હું આ કામ કરી શકીશ . તેઓનાં કારણે જ ૭૪ માં સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા નાં હસ્તકે મારા પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું.
હું મારા પરેશદાદા કે જેમણે મને પ્રેરણા આપી કે હું આ વિશે સંશોધન કરી ને તેના પર એક પુસ્તક લખું ને તેમના માર્ગદર્શન થી જ આ પુસ્તક હું લખી શકી. હું હૃદયથી તે સૌનો આભાર વ્યક્ત કરું છું કે જેઓ મારી આ સફળતામાં મદદરૂપ બન્યાં છે. હું સૌને નિવેદન કરું છું કે મારી આ પુસ્તક ને જરૂર થી વાંચજો ને કોરોનાં માટે જે મનમાં ખોટો ડર છે તે દૂર કરજો તેવું જણાવ્યું હતું અને નડીઆદ ની અદિતીબા એ આ મેળવેલી સિધ્ધી ને નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ એ આ સિધધી ને બિરદાવી હતી.