Western Times News

Gujarati News

ભરૂચની મંહમદપુરા એપીએમસીમાં ભયંકર આગના કારણે લાખોના નુકસાનીનો અંદાજ

કલાકોની જહેમત બાદ વરસતા વરસાદમાં આગ ઉપર ભરૂચ ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો-આગના પગલે કેટલાય દુકાનના તાળા તોડવા પડયા-આગના પગલે મહંમદપુરા એપીએમસીમાં વેપારીઓ અને લોકોના ટોળેટોળા એકત્ર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ મંહમદપુરા એપીએમસી ખાતે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.જે આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક સાથે ૧૫ દુકાનમાં આગ પ્રસરી જતા દુકાનમાં રહેલા શાકભાજી સહિતના માલસામાન બળીને ખાખ થઈ જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આગમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી.પરંતુ લાખો રૂપિયાનો વેપારીઓનો માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

ભરૂચના મંહમદપુરા એપીએમસી ખાતે એક દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક સાથે ૧૫ જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતા આગમાં સમગ્ર શાકભાજી અને ફળ ફ્રૂટ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.મહંમદપુરા એપીએમસી બપોર બાદ સદંતર બંધ હોય છે ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.વેપારીઓએ પણ આક્ષેપ કર્યા હતા કે દુકાનમાં આગ લગાડવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.

જોકે મંહમદપુરા એપીએમસીમાં દુકાનોની અંદર લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા વાદળોમાં છવાઈ જતાં લોકોએ વીડિયો બનાવીને પણ સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા.એપીએમસીમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કલાકો ની ભારે જહેમત બાદ વરસતા વરસાદ માં આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ આગ એટલી ભયંકર હતી કે આગને કાબુમાં લેતા ચાર કલાકનો સમયગાળો લાગી ગયો હતો અને આગ લાગવાની ઘટનાને પગલે દુકાનદારોએ પણ દોડી આવી આંગમાં રહેલો માલ સામાન બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.

તો ઘટના ની જાણ થતા ભરૂચ શહેર બી ડિવિઝન નો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને એકત્ર થયેલા ટોળા ને વિખેર્યા હતા. મંહમદપુરા એપીએમસીમાં આગ લાગવાની ઘટના પગલે જીઈબી કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને વીજ કનેકશનો કાપી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ત્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ વેપારીઓએ સમગ્ર આગના બનાવને શંકાસ્પદ ગણાવ્યો હતો અને આગ લગાવવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એપીએમસીની એક દુકાનની આગની ઘટનાએ ૧૫ જેટલી દુકાનોને આગ ની ઝપટે માં આવતા દુકાનમાં રહેલા શાકભાજી સહિત ફળ ફ્રૂટ નો જથ્થો બળીને ખાખ થઈ જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હતો.વરસતા વરસાદ વચ્ચે પણ એપીએમસીમાં આગની ઘટનાને પગલે વેપારીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.