Western Times News

Gujarati News

તહેવારોમાં જ ચીનનો અંદાજે ૪૦ હજાર કરોડનો ધંધો ઠપ્પ થયો!

નવી દિલ્હી, લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ દરમિયાન ભારતીય સૈનિકોના શહીદ થયાબાદ દેશમાં ચીન વિરુદ્ધ માહોલ બની ગયો છે. ત્યારબાદ અનેક લોકોએ ચીની ઉત્પાદનોનો બહિસ્કાર કર્યો, તો ભારત સરકારે વ્યાપારી સંબંધોને લઈ કડક ર્નિણય લેવાનું શરૂ કર્યું. ચીન સાથે અનેક પરિયોજનાઓના કરાર રદ કરી દેવામાં આવ્યા તો અનેક એપ્સ પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ દેશમાં ચીની વસ્તુઓ વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન હમારા અભિમાન’ ચલાવી રહ્યા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

આ હેઠળ તેણે તમામ તહેવારોમાં ચીની ઉત્પાદનોનો બહિસ્કાર અને ભારતીય સામાનના ઉપયોગ સાથે મનાવવાની અપીલ કરી છે. કેટે કહ્યું કે, રક્ષાબંધન બાદ આ વર્ષે દિવાળી પણ હિન્દુસ્તાની દિવાળી તરીકે મનાવવામાં આવશે, જેમાં ચીનનું કોઈ ઉત્પાદન ઉપયોગમાં નહી લેવામાં આવે. કેટે કહ્યું કે, ૨૨ ઓગસ્ટ ગણેશ ચતુર્થીને આ વખતે નવી રીતથી મનાવવામાં આવશે. તેના માટે કેટે આજે માટી, ગોબર અને ખાતરથી બનેલી પર્યાવરણ મિત્ર ગણેશ પ્રતિમા રજૂ કરી છે, જેને લોકો આ વકતે ગણેશ ચતુર્થીએ પોતાના ગરમાં સ્થાપિત કરી પૂજા કરશે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ગોવા, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને છત્તીસગઢ સહિત ગણેશોત્સવ પૂરા બારતમાં મનાવવામાં આવે છે. કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયોએ કહ્યું કે, દેશમાં ગણેશોત્સવને લઈ દિવાળી સુધી એક બાદ એક તહેવાર મનાવવામાં આવે છે. આ દરમિયાન ચીનથી આયાત કરવામાં આવેલા ૩૫-૪૦ હજાર કરોડ રૂપિયા સુધીના ઉત્પાદનોનું દેશમાં વેચાણ થાય છે. તેમાં મૂર્તિઓ, અગરબત્તી, રમકડા, ઈલેક્ટ્રોનિક્સ, વિજળીના બલ્બના ઝુંમર-સિરીઝ, બલ્બ, સજાવટનો સામાન, પીત્તળ અને અન્ય ધાતુના દીવા, ફર્નિસિંગ ફેબરિક, કિચન ઈક્વીપમેન્ટ, ફટાકડા સામેલ રહે છે.

આ વર્ષે દેશભરના વ્યાપારીઓએ નક્કી કર્યું કે તે આ તહેવારની સિઝનમાં ચીનનો સામાન નહીં વેચીને ૪૦ હજાર કરોડ રૂપિયાના બિઝનેસને ઝટકો આપશે. સીએઆઈટી તરફથી રજૂ કરવામાં આવી છે પર્યાવરણ મિત્ર ગણેશ પ્રતિમાઓકન્ફેડરેશનના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે જણાવ્યું કે, સીએઆઈટી તરફથી જાહેર કરવામાં આવેલી માટી, છાણ અને ખાતરથી બનેલી ગણેશ પ્રતિમાઓથી પર્યાવરણ અને જળપ્રદૂષણને રોકી શકાય છે. તેમણે જણાવ્યું કે, આ વસ્તુઓ મિલાવી ૬ ઈંચ, ૯ ઈંચ અને ૧૨ ઈંચની ગણેશ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. કેટલીક પ્રતિમાઓમાં તુલસીના બીજ સહિત કેટલાક શાકભાજીના બીજ પણ નાખવામાં આવી રહ્યા છે. તેનાથી ગણેશ પ્રતિમાને પાણીમાં વિસર્જિત કર્યા બાદ બિયારણને માટીમાં દબાવવાથી છોડ પણ ઉગશે. બસ ધ્યાનમાં રાખવાનું છે કે, આ ગણેશની પ્રતિમાઓ પૂજન બાદ ઘરમાં જ કોઈ વાસણ કે કુંડામાં વિસર્જિત કરવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.