સંજેલી તાલુકા ક્લસ્ટર કક્ષાએ સન્માનપત્ર મેળવનાર શિક્ષકોના હસ્તે વૃક્ષારોપણ
તાલુકા પ્રાથમિક શાળા શાળા અને બીઆરસી ભવનના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ : કોરોના સંક્રમણને મહામારી ને લઈને તાલુકા કક્ષાએ યોજાતા ધ્વજવંદન કાર્યક્રમ રદ કરી ૭૪ માં સ્વાતંત્ર્ય દિન ના ઉજવણી સંજેલી સેવા સદન ખાતે યોજાઇ હતી.જેમાં સંજેલી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો નું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પ્રતિભાશાળી શિક્ષકો ના હસ્તે તાલુકા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં BRC ભવન ખાતે BRC કો.ઓ મહેન્દ્રસિંહ.બી.બારીઆ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમા સંજેલી તાલુકાના રાડિયા, વાંસિયાં, માંડલી ગોવિંદાતળાઇ.નેનકી ક્લસ્ટર crcકો. ઓ.નેટરો દિવ્યાંગ બાળકોના શિક્ષકો. ડેટા એન્ટ્રી ઓપરેટરો ઉપસ્થિત મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.હાલ સમગ્ર દેશ અને વિશ્વ માં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ત્યારે આવી પરિસ્થિતિ માં સાવધાન અને સચેત સુરક્ષિત રહીએ.પ્રકૃતિ છે તો જીવન છે.વૃક્ષો નું વાવેતર અને ઉછેર કરી પ્રકૃતિ અને પર્યારણીય સમતુલા જળવાઈ તેવા મહત્તમ પ્રયાસો કરવા જોઈએ.તેમ brc કોઓ.મહેન્દ્રસિંહ બારીઆએ જણાવ્યું હતું.