IPLમાં ખેલાડીને કોરોના થાય તો બે સપ્તાહ માટે બહાર
તમામ સાત દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેશેઃ બે સપ્તાહ પછી ૨૪ કલાક બાદ
બે કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બંને નેગેટિવ આવ્યા પછી તેની વાપસી થશે
નવી દિલ્હી, ભારતમાં દર વર્ષે આઈપીએલ ક્રિકેટના તહેવારની જેમ આયોજીત થાય છે. દુનિયાભરના ટોપ ખેલાડી લીગનો ભાગ બનવા માટે ભારત આવે છે. જોકે આ વખતે ઘણા મોટા ટૂર્નામેન્ટની જેમ આઈપીએલ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. જોકે હવે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવવા તૈયાર છે. કોરોનાના કહેર વચ્ચે આ ટૂર્નામેન્ટનું આયોજન આસાન નથી. જોકે બીસીસીઆઈએ પૂરી તૈયારી કરી લીધી છે. બીસીસીઆઈએ જે એસઓપી તૈયાર કરી છે તેની મદદથી ખેલાડીઓ અને લીગને કોરોનાના ખતરાથી દૂર રાખવામાં આવશે. આઈપીએલના ડ્રાફ્ટ એસઓપીના મતે કોઈ ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તે ખેલાડી માટે કે લીગ માટે સિઝનનો અંત થશે નહીં.
જો ખેલાડી એસિંપ્ટોમેટિક છે કે અથવા તેને હળવા લક્ષણ છે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બે સપ્તાહ પછી ૨૪ કલાક પછી બે કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બંનેમાં નેગેટિવ આવ્યા પછી તે વાપસી કરી શકે છે.
જો તેને ફક્ત હળવા લક્ષણ છે તો તે ખેલાડીને બોયો સેક્યૂર બબલથી બે સપ્તાહ સુધી બહાર રહેવું પડશે. આ પછી કાર્ડિયાક સ્ક્રીનિંગ કરાવી તે વાપસી કરી શકે છે. બીસીસીઆઈ એ આઈપીએલ માટે એસઓપી જાહેર કરી છે અને તેને માનવી જરૂરી છે. આ નિયમો માટે ટીમો ૨૦ ઓગસ્ટ પછી યૂએઈ જવાનું શરૂ કરશે અને ૨૩ ઓગસ્ટ સુધી ત્યાં બધાએ પહોંચવાનું છે.
મોટાભાગના ટીમોના વિદેશી ખેલાડી સીધા યૂએઈમાં પોત પોતાની ટીમ સાથે જોડાશે. ભારતીય ખેલાડીઓની જેમ તેમને પણ બે વખત પોતાનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી આવવાની મંજૂરી રહેશે. ટીમના બધા સભ્યો અને ખેલાડીઓનો એરપોર્ટ ઉપર પર કોરોના ટેસ્ટ થશે.
જે પછી હોટલ જઈને બધાએ સાત દિવસો માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. સાત દિવસની અંદર ત્રણ વખત કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. કુલ મળીને છ ટેસ્ટ કરવામાં આવશે અને બધા રિઝલ્ટ નેગેટિવ આવ્યા પછી જ ખેલાડીઓને બાયો સેક્યૂર બબલમાં જવાની મંજૂરી આપવામાં આવશે. આ ખાસ બબલમાં હોટલ, સ્ટેડિયમ, પ્રેક્ટિસથી લઈને ટીમ બસ સુધી સામેલ છે. આઈપીએલમાં ખેલાડીને ક્યાંય જવાની મંજૂરી રહેશે નહીં.SSS