Western Times News

Gujarati News

ભિલોડાના યુવકોએ ભિક્ષુક જીવન વિતાવતા વ્યક્તિને નવડાવી ધોવડાવી સ્વચ્છ કર્યો

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા,  ભિલોડા નગરના રાજમાર્ગો પર છેલ્લા ઘણાં સમય થી રખડતાં- ભટકતાં અસ્થિર મગજના માનવી ને જોઇને આજના કાળા માથાં ના માનવી ને ક્યારેય દયા ન આવે.. પરંતું ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે ભિલોડા નગરના સેવાભાવી યુવાનોએ નિરાધાર ભટકતાં પાગલ લોકોની સેવા કરવાનું બીડું ઝડપ્યું હતું

જેમાં છેલ્લા કેટલાય સમયથી ભિલોડાના ધોલવણી ત્રણ રસ્તા પર આવેલા મહુડાનાં વૃક્ષને ઘર બનાવી પડી રહેતા ભિક્ષુક જીવન જીવતા માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી,સ્વચ્છ કપડાં પહેરાવી ભોજન કરાવ્યું હતું ભિલોડાના યુવકોએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સેવાનો ધ્વજ લહેરાવતા લોકોએ સરાહના કરી હતી માનસિક ભિક્ષુક યુવક મંદ મંદ હસતો જોવા મળ્યો હતો.

માનસિક અસ્વસ્થ લોકોની હાલત અતિશય દયાજનક હોય છે. તેમના કપડાં ફાટેલા-તૂટેલાં, લઘરવઘર હોય છે. પગમાં ચપ્પલ નથી હોતા. વાળ વધી ગયા હોય છે. દિવસોના દિવસો સુધી સ્નાન ન કર્યું હોય એટલે એમના શરીર ઉપર ગંદકીના થર જામ્યા હોય છે. લોકો આવા પાગલોને જોવે એટલે એનાથી દૂર ભાગવા લાગે છે. શેરીમાં પડેલા રોટલીના ટુકડા આ પાગલો ખાઇ લે છે. આવા પાગલો નિરાધાર હોય છે,

એમની સંભાળ લેનારું કોઇ નથી હોતું. આપણા સભ્ય સમાજની વચ્ચે જ આ કમનસીબ પાગલો તિરસ્કૃત થઇને નરક જેવી જિંદગી ભોગવતા હોય છે. પરંતું ૭૪માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે  ભિલોડા શહેરના સેવાભાવી યુવાનો પ્રતીક ભાવસાર,હરેશ ભાટિયા,નિકુંજ પટેલ,જયેશ ઠાકોર અને પ્રેમ ભાટિયાએ  માનવતાની મહેક ફેલાવી દીઘી હતી ભિલોડા ગામ યુવા સેવકની ટીમે ધોલવણી ત્રણ રસ્તા પર મહુડાનાં ઝાડને ઘર સમજતા માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વસ્થ કરી તેના વાળ-દાઢી કરાવી જુના અને ગંદા થઈ ગયેલા કપડાં કાઢી નવાં કપડાં પહેરાવી, ભરપેટ ભોજન કરાવી  સેવાકીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભિક્ષુક વૃત્તિ કરતા યુવકના ચહેરા પર ખુશી જોવા મળી હતી હાલ યુવક માનસિક અસ્વસ્થ હોવાથી તેની સાથે માનવીય અભિગમ દાખવી તેના પરિવારની માહિતી મેળવવા યુવાનોના ગ્રુપે પ્રયાસ આદર્યા છે.લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.