ભરૂચની નર્મદા ચોકડી નજીક સલ્ફયુરિક એસિડ ભરેલું ટેન્કર પલ્ટી જતા અફરાતફરી
વડોદરાથી સુરત જતા ટેન્કર ચાલકે અન્ય વાહનની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો : સલ્ફયુરિક એસિડ રોડ ઉપર વહેતુ થતા વાહન ચાલકોને હાલાકી.
ભરૂચ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી રોડ ઉપર વહેતુ એસિડ ઉપર પાણીનો મારો ચલાવી સફાઈ કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ના નેશનલ હાઈવે ૪૮ ઉપર આવેલી નર્મદા ચોકડી નજીક વડોદરા થી સુરત તરફ જઈ રહેલું સલ્ફયુરિક એસિડ ભરેલું ટેન્કરના ચાલકે અન્ય વાહન ને ઓવરટેક કરવા જતા સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી જતા જલદ કેમિકલ લીકેજ થયું હતું.જેના પગલે એસિડ ના ધુમાડાઓ થી વાહનચાલકો ની હાલત કફોડી બની હતી અને આંખો માં બળતરા સહીત શ્વાસ લેવામાં પણ તકલીફો થતા હાઈવે ઉપર ખળભરાટ મચી જવા પામ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા થી સલ્ફયુરિક એસિડ ભરેલ ટેન્કર નંબર જીજે ૧૬ ૮૩૪૮ સુરત તરફ જઈ રહ્યું હતું.તે દરમ્યાન ભરૂચ ના નેશનલ હાઈવે નર્મદા ચોકડી નજીક એસિડ ભરેલ ટેન્કર ના ચાલકે અન્ય વાહન ને ઓવરટેક કરવા જતા ટેન્કર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સલ્ફયુરિક એસિડ ભરેલું ટેન્કર રોડ ઉપર પલ્ટી મારી જતા ટેન્કર માંથી જ્વલંતશીલ એસિડ જાહેરમાર્ગ ઉપર વહેતુ થતા એસિડ ના ધુમાડા થી વાહનચાલકો ની આંખો માં જતા બળતરા થવા સાથે શ્વાસ લેવા માં પણ તકલીફો પડી હતી.
જેના પગલે સ્થાનિકો એ એસિડ ભરેલું ટેન્કર જાહેરમાર્ગ ઉપર પલ્ટી મારી ગયું હોવાના કારણે જ્વલંતશીલ એસિડ હાઈવે ઉપર થી પસાર થતા વાહનચાલકો માટે જીવલેણ હોવાની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર ફાયટરો ને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમો એ સ્થળ ઉપર દોડી આવી જાહેરમાર્ગ ઉપર વહેતા જવલંતશીલ એસિડ ઉપર પાણી નો મારો ચલાવી સફાઈ કરી હતી.જેના પગલે લોકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ એક સમયે નેશનલ હાઈવે ઉપર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
જોકે ટેન્કર ચાલક ને માથા ના ભાગે ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યો છે.