મહિલાના ફોનમાંથી પરિચીતોને બિભત્સ મેસેજ મોકલાયા
અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે. એક કોલેજમાં ડિપાર્ટમેન્ટ હેડ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. તેમના પતિ જ્યારે મોડી રાત સુધી ટીવી જોતા હતા ત્યારે દરવાજો ખુલ્લો રાખી જ સુઈ ગયા હતા અને આ બનાવ બન્યો હતો. પણ ગણતરીના દિવસોમાં જ તેમના બે નંબરમાંથી જે નમ્બર પર વોટ્સએપ ચાલુ હતું તે નમ્બરનો ચોરી કરનાર શખશે ગેરુપયોગ કરી પાંચથી વધુ લોકોને બીભત્સ મેસેજો કર્યા હોવાનું તેઓને જાણવા મળ્યુ હતું.
આ વિચિત્ર કિસ્સાના સ્ક્રીનશોટ સાથે તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલને અરજી આપતા નારોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નારોલમાં આવેલી વ્રજભૂમિ નગર સોસાયટીમાં રહેતા રંજીતાબહેન પરમાર કલોલ નજીક પાનસર ગામે આવેલી એક નર્સિંગ કોલેજમાં ડિપાર્ટમેન્ટ હેડ તરીકે ફરજ બજાવે છે.
તે જ કોલેજમાં બી.એડ.માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગત.૩૦મી જુલાઈના રોજ નિયતક્રમ મુજબ તેઓ તેમના પરિવાર સાથે સુઈ ગયા હતા. તેઓ પહેલા સુઈ ગયા બાદમાં મોડી રાત સુધી તેમના પતિ ટીવી જોઈને સુઈ ગયા હતા. ગરમી હોવાને કારણે દરવાજો ખુલ્લો રાખ્યો હતો બાદમાં તેમના પતિ અંદરથી દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા. રાત્રે રંજીતા બહેનને એસીડીટી થતા તેઓ જાગ્યા હતા.
બાદમાં ચારજિંગમાં રાખેલો મોબાઈલ ફોન લેવા ગયા હતા પણ ફોન જણાયો જ ન હતો. બાદમાં તપાસ કરી તો રોકડા ૨૧, ૬૦૦ પણ ન હતા. જેથી આ ફોન અને રોકડા ચોરી થઈ ગયા હતા. તપાસ કરી તો ટીવી જોતા જોતા તેમના પતિ દરવાજો ખુલ્લો રાખીને જ સુઈ ગયા હતા અને ચોરી થઈ હતી. જોકે, વ્યસ્ત હોવાના કારણે તેઓએ ફરિયાદ કરી ન હતી. પણ બાદમાં ગત.૪ ઓગસ્ટે તેઓ કોલેજ ગયા ત્યારે જાણવા મળ્યું કે, તેમના બે નંબરમાંથી જે નંબર પર વોટ્સએપ ચાલુ હતું તે નંબર પર ચોરી કરનાર શખશે ગેરુપયોગ કરી પાંચથી વધુ લોકોને બિભત્સ મેસેજો કર્યા હતા.SSS