પદ્મ વિભૂષણ શાસ્ત્રીય ગાયક કલાકાર પંડિત જસરાજનું નિધન
નવી દિલ્હી, વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય ગાયક કલાકાર પંડિત જસરાજનું અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે 90 વર્ષે નિધન થયું છે. તેમનાં અવસાનનાં સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાં આગેવાનોએ શોક વ્યક્ત કર્યો છે. પંડિત જસરાજને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાંક દિવસથી તેમની તબિયત નાજુક હતી.