Western Times News

Gujarati News

કોંગ્રેસના ૧૦૦ નેતાઓએ સોનિયાને પત્ર લખી નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી

નવીદિલ્હી, કેટલાક સાંસદો સહિત લગભગ ૧૦૦ કોંગ્રેસી નેતાઓએ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન અને પારદર્શી ચુંટણીની માંગ કરીછે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવેલ સંજય ઝાએ એક ટ્‌વીટ કરી આ માહિતી આપી હતી એ યાદ રહે કે સચિન પાયલોટના બળવાના વલણ બાદ પાર્ટીની જાહેરમાં ટીકા કરવાને કારણે ગત મહીને કોંગ્રેસ પ્રવકતાના પદેથી હટાવવામાં આવ્યા હતાં. ઝાએ ટ્‌વીટ કર્યું અનુમાન અનુસાર લગભગ ૧૦૦ કોંગ્રેસ નેતા પાર્ટીની સ્થિતિથી વ્યથિત છે તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન અને સીડબ્લ્યુસીમાં પારદર્શી ચુંટણી માટે પત્ર લખ્યો છે.

જો કે આ પત્રની કોઇ અન્ય સ્ત્રોતથી પુષ્ટી કરવામાં આવી નથી આ પત્ર કોંગ્રેસ તરફથી સચિન પાયલોટની સાથે સમાધાનના લગભગ એક મહીના બાદ આવ્યો છે પાટલોટની રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઇ હતી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતૃત્વની વિરૂધ્ધ તેમની ફરિયાદો સાંભળવામાં આવશે લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના સખ્ત પરાજય બાદ રાહુલ ગાંધીના રાજીનામાને કારણે સોનિયા ગાંધી ગત વર્ષ કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીનું કામકાજ સંભાળી રહ્યાં છે.

સંજય ઝાએ તાજેતરમાં કહ્યું હતું કે તે પાર્ટીની વિચારધારા પ્રત્યે વફાદાર છે પરંતુ તેમની વફાદારી કોઇ વ્યક્તિ કે પરિવાર પ્રત્યે નથી કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલોટ સંબંધી મામલાનો સામનો કરવાની પધ્ધતિને લઇ પાર્ટીની ટીકા કરનારા ઝાએ કહ્યું કે તે ગાંધીવાદ નેહરૂવાદ વિચારધારામાં વિશ્વાસ રાખનારા વ્યક્તિ છે અને આ વિચારધારા હવે કોંગ્રેસમાંથી લુપ્ત થઇ રહી છે. ઉદ્યોગપતિમાંથી નેતા બનેલ ઝાએ કહ્યું કે તે પાર્ટીના પુનરૂત્થાન માટે જરૂરી મામલાને ઉઠાવવાનું જારી રાખશે અને તે લડાઇ હાલ શરૂ થઇ છે.HS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.