રાજદથી બરતરફ કરાયેલ ત્રણમાંથી બે ધારાસભ્યો જદયુમાં
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાત ભલે હાલ થઇ ન હોય પરંતુ રાજકીય ધમાસાન તેજ થઇ ગયું છે એક દિવસ પહેલા જ રાજદમાંથી બરતરફ કરવામાં આવેલા ત્રણ ધારાસભ્યમાંથી બે જદયુમાં સામેલ થયા છે. જે બે ધારાસભ્યોએ જદયુમાં સામેલ થયા છે તેમાં પ્રેમા ચૌધરી મહેશ્વરી યાદવ સામેલ છે. દિલ્હીમાં હોવાને કારણે ફરાજ ફાતમી આજે જદયુમાં સામેલ થયા છે જયારે રાજદને એક વધુ આંચકો લાગ્યો છે સાસારામથી રાજદના ધારાસભ્ય અશોક કુમાર પણ નીતીશ કુમારની પાર્ટીમાં સામેલ થયા છે.
બિહારમાં મુખ્ય વિરોધી પાર્ટી રાજદએ ગઇકાલે પાર્ટી વિરોધી ગતિવિધોને કારણે પોતાના ત્રણ ધારાસભ્યોને પાર્ટીમાંથી છ વર્ષ માટે બરતરફ કરી દીધા હતાં રાજદના પ્રદેશ મહામંત્રી આલોક મહેતાએ પ્રેમા ચોધરી મહેશ્વરી યાદવ અને ફરાજ ફાતમીને બરતરફ કરવાની જાહેરાત કરી હતી આ ધટનાક્રમના આગામી દિવસે પ્રેમા ચૌધરી અને મહેશ્વર યાદવ જદયુમાં સામેલ થઇ ગયા હતાં. સાસારામથી ધારાસભ્ય અશોકકુમાર પણ રાષ્ટ્રીય જનતા દળ છોડી નીતીશ જુથમાં આવી ગયા છે જદયુમાં આવેલ મહેશ્વર પ્રસાદ યાદવ મુઝફફરપુરના ગાયધાટથી રાજદના ધારાસભ્ય છે બિહારની મહાગઠબંધન સરકાર તુટયા બાદથી જ તે રાજદ માટે માથાનો દુખાવો બન્યા હતાં મહેશ્વર સતત નીતીશ કુમારની નીતિઓની પ્રશંસા કરતા રહ્યાં હતાં આજ કારણે રાજદે તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં.HS