ભારત અને નેપાળ વચ્ચે વિકાસ સંબંધી પરિયોજનાઓ પર વાતચીત
નવીદિલ્હી, ભારત અને નેપાળ વચ્ચે બંન્ને દેશોના રાજદ્વારીઓએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી ભારતની મદદથી નેપાળમાં ચાલી રહેલ વિકાસ સંબંધી વિવિધ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવીહતી. નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને ભારતના ૭૪માં ગણતંત્ર દિવસના અભિનંદન પાઠવ્યા હતાં ત્યારબાદ આ બેઠક યોજાઇ છે.નેપાળે મેમાં નવું રાજદ્વારી માનચિત્ર જારી કરતા ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોમાં તનાવ ઉભો થયો હતો ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે આ પહેલી ઉચ્ચસ્તરીય બેઠક છે.
નેપાળના વિદેશ મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળી વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને નેપાળથી ભારતીય રાજદુત વિજય મોહન કવાત્રાએ આ સમીક્ષા બેઠકમાં પોત પોતાના દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું સુત્રોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે ડિઝીટલ માધ્યમથી થયેલ આ બેઠકમાં નેપાળમાં ભારતની મદદથી ચાલી રહેલ વિવિધ વિકાસાત્મક પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકની બાબતમાં વધુ માહિતી બહાર આવી નથી ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ ઉત્તરાખંડના ધારચુલાને લિપુલેખ દર્રેથી જાેડનારી સામરિક રીતે મહત્વપૂર્ણ ૮૦ કિલોમીટર લાંબી સડકનું ઉદ્ધાટન કર્યું હતું ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે સંબંધમાં તનાવ ઉભા થયા હતાં નેપાળે તેનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આ સડક તેમના ક્ષેત્રથી પસાર થાય છે.
ત્યારબાદ નેપાળે નવા રાજદ્વારી નકશો જારી કર્યો હતો જેમાં લિપુલેખ કાલાપાની અને લિમ્પિયાધુરકાને તેમના વિસ્તારમાં બતાવવામાં આવ્યું છે જુનમાં નેપાળની સંસદે દેશના નવા રાજદ્વારી માનચિત્રને મંજુરી આપી જેના પર ભારતે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો.HS