એનસીપી નેતા શરદ પવારનો પૌત્ર પાર્થ પવાર ભાજપમાં જોડાશે
મુંબઇ, મહારાષ્ટ્રમાં એનસીપી નેતા અને શરદ પવારનો પૌત્ર પાર્થ પવારના ભાજપમાં સામેલ થવાની સંભાવનાઓ ચર્ચાઇ રહી છે એનસીપી પ્રમુખ શરદ પવારે અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત મામલે સીબીઆઇ તપાસની માંગ કરવાને લઇ પાર્થ પવારની ટીકા કરી હતી. એનસીપી પ્રમુખે પાર્થની આ માંગને બચકાની હરકત બતાવતા કહ્યું હતું કે મુંબઇ પોલીસ મામલાની તપાસકરવામાં પુરી રીતે સક્ષમ છે કહેવાય છે કે શરદ પવારની ટીકાથી પાર્થ નારાજ છે અને તે ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે. જાે કે પુણેના ભાજપના ગિરીશ બાપટે કહ્યું હતું કે પાર્થ ભાજપમાં સામેલ થઇ રહ્યાં નથી અમે તેમને અમારી પાર્ટીમાં લઇશું નહીં.
દરમિયાન ભાજપના નેતા નારાયણ રાણેએ પણ વિવાદમાં કુદતા પાર્થ પવારની વકાલત કરી હતી શરદ પવારની ટીપ્પણી પર રાણેએ કહ્યું કે પાર્થ મૈચ્યોર છે ૧૮ વર્ષથી વધુની ઉમરનો છે અને માવલ લોકસભા ચુંટણી લડે છે. તાજેતરમાં પાર્થે અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં પણ વિચાર વ્યકત કર્યા હતાં અને કહ્યું હતું કે આ હિન્દુ આસ્થાનું પુનસ્થાપન અને લાંબી કડવી લડાઇનો અંત છે.
તેના આ નિવેદન બાદ એવું અટકળો શરૂ થઇહતી કે તે ભાજપમાં સામેલ થઇ શકે છે તેનાપર બાપટેએ કહ્યું કે પાર્થ એકલો નથી જે જય શ્રી રામ કહે છે પુરી દુનિયા કહે છે આ દરમિયાન મુંબઇમાં એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે પાર્ટી અને પવાર પરિવારની વચ્ચે બધુ બરાબરનથી તેમણે કહ્યું કે શરદ પવાર વિરૂધ્ધ અજીત પવારની લડાઇ હકીકત નથી અને આ મુદ્દો પવાર સાહેબની ટીપ્પણી બાદ ખતમ થઇ ચુકયો છે.
દાલનામાં જાહેર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે પવાર પરિવાર એક આદર્શ પરિવાર છે અને એક છે પવાર સાહેબ વરિષ્ઠતમ નેતા છે કોલ્હાપુરમાં પાર્થના મામા વિજયા પાટીલે કહ્યું કે પાર્થ એક સંવેદનશીલ યુવક છે પરંતુ મને વિશ્વાસ છે કે તે બધુ ભુલી જશે આખરે શરદ પવાર તેના દાદા છે.HS