Western Times News

Gujarati News

શાંતિ નિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં ભારે તોડફોડ

કોલકતા, બંગાળના વીરભૂમ જીલ્લામાં આવેલ શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય દ્વારા પૌષ મેળા ગ્રાઉન્ડની પાસે કરાવવામાં આવેલ દિવાલના નિર્માણને કેન્દ્રમાં રાખી ભારે વિવાદ થયો હતો તેનો વિરોધ કરી રહેલ સ્થાનિક લોકોએ નિર્માણાધીન દિવાલને તોડી નાખી અને નિર્ણાણ સ્થળ પર ઇટ અને સીમેન્ટ પણ ઉઠાવી ફેંક્યા હતાં આ સાથે જ જેસીબી મશીનોને પણ નુકસાન પહોંચાડયુ હતું એટલું જ નહીં ઉશ્કેરાયેલા લોકોએ ત્યાં અનેક એતિહાસિક માળખાને પણ નુકસાન પહોંચાડયુ હતું લોકોના ઉગ્ર વલણને જાેતા બાદમાં પોલીસે આશંક બળ પ્રયોગ કરી સ્થિતિને કાબુમાં કરી હતી. દરમિયાન રાજયપાલ જગદીપ ધનખડે પણ આ ઘટના પર ચિંતા વ્યકત કરી છે તેમણે ત્યાં બગડતી કાયદો વ્યવસ્થાને બહાલ કરવા માટે રાજય સરકારથી યોગ્ય પગલા ઉઠાવવાની આશા વ્યકત કરી હતી.

મળતી માહિતી અનુસાર શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય પ્રશાસને ગત અઠવાડીયે એક દિવાલનું નિર્માણ શરૂ કરાવ્યું હતું દિવાલ એતિહાસિક પૌષ મેળા ગ્રાઉન્ડની પાસે બનાલલામાં આલી રહી હતી જેના વિરોધમાં સ્થાનિક લોકો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં પ્રદર્શનકારીઓએ અત્યાર સુધી જેટલી દિવાલ તૈયાર થઇ હતી તેને તોડી પાડવામાં આવી હતી કહેવાય છે કે શાંતિનિકેતનમાં લગભગ ૧૦૦ વીધાની જમાન ખાલી છે જયાં કોઇ પ્રકારની રોક ટોક નથી આ મેળા ગ્રાઉન્ડ પર દર વર્ષે પૌષ મેળો લાગે છે.

સ્થાનિક લોકો ગ્રાઉન્ડનો ઉપયોગ સવારે સૈર માટે કરે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે દિવાલ બનાવવા પર જગ્યા નાની થઇ જશે તેના માટે તે તેનો વિરોધ કરી રહ્યાં છે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે એ યાદ રહે કે શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયની સ્થાપના વર્ષ ૧૯૨૧માં કવિ ગુરૂ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.