Western Times News

Gujarati News

સંકટમોચકની ભૂમિકાના બદલામાં અજય માકનને રાજસ્થાનની કમાન

જયપુર, રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ મોચકની ભૂમિકા અદા કરવાના બદલામાં હાઇકમાન્ડે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનને રાજસ્થાનના મહાસચિવ પ્રભારી બનાવ્યા છે. સચિન પાયલોટની બળવાખોરી પછી રાજસ્થાન કોંગ્રેસમાં ૩૫ દિવસો સુધી ચાલેલી રાજકીય ખેંચતાણમાં માકન ગહલોત કેમ્પમાં હાઇકમાન્ડના પ્રતિનિધિ તરીકે ફ્રન્ટ સીટ પર રહ્યાં હતાં આ પહેલા તેઓ રાજસ્થાન ચુંટણી દરમિયાન થયેલી વાડાબંધીમાં પણ હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવાની જાહેરાત કરી હતી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિટિના જણાવ્યા પ્રમાણે માકન અવિનાશ પાંડેનું સ્થાન લેશે કોંગ્રેસે ત્રણ સભ્યોની કમિટિની રચના કરી છે કમિટિમાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ છે કમિટિ રાજસ્થાનમાં હાલના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે બનાવવામાં આવી છે.

અજય માકને રાજયમાં રાજકીય સંકટ દરમિયાન સતત ઘારાસભ્યો પાસેથી ફીડબેક લીધો તેને હાઇકમાન્ડ સુધી પણ પહોંચાડયો અશોક ગહલોત સાથે માકનનો જુથો સંબંધ રહ્યો છે માકન દિલ્હીમાં સાંસદ હતાં ત્યારે ગહલોક એઆઇસીસીમાં મહાસચિવ રહી ચુકયા છે. તે ૨૦૧૩માં રાજસ્થાન સ્ક્રિનિંગ કમિટિના ચેરમેન પણ રહી ચુકયા છે. આ રીતે તે રાજસ્થાન કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અને પદાધિકારીઓના પહેલાથી જ સંપર્કમાં રહ્યાં છે.૫૬ વર્ષના માકનને રાહુલ ગાંધતીના ઘણા અંગત માનવામાં આવે છે યુપીએ સરકારમાં તે કેન્દ્રીય મંત્રી રહી ચુકયા છે તે પાર્ટી પ્રવકતા પણ રહી ચુકયા છે તે બે વખત લોકસભા સાંસદ બે વખત કેન્દ્રીય રાજયમંત્રી અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી ચુકયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.