ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત બનાવવી જરૂરી: ભાગવત
નવીદિલ્હી, આત્મનિર્ભર ભારત મુદ્દે આરએસએસના વડાનું નિવેદન સામે આવ્યું છે આરએસએસના વડા મોહન ભાગવતે આત્મનિર્ભર ભારત માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મુકયો છે. મોહન ભાગવતે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત બનાવવી જરૂરી છે તેમજ દેશવાસીઓમાં સ્વદેશી પ્રત્યે ભાવ જાગ્યો છે તેમણે આ મુદ્દે વાત કરતા કુટિર ઉદ્યોગોની ગુણવત્તા પર ભાર મુકવો જરૂરી હોવાનું પણ જણાવ્યું છે તેમણે લોકોનું મનોબળ વધારતા કહ્યું કે આપણે સંકલ્પ કરીએ તો કોઇ મુશ્કેલી નહીં આવે.
આરએસએસની છત્તીસગઢ અને મહાકોશલ પ્રાંતના રાજય યુનિટની બેઠકને સંબોધતા તેમણે આ વાત કહી હતી તેમણે કહ્યું કે આપણી હવા પાણી અને માટીમાં એટલી તાકાત છે કે આપણે સંકલ્પ કરીશું તો આત્મનિર્ભર ભારત બનવું મુશ્કેલનથી એક વ્યક્તિ અને સંગઠન તરીકે આપણી જવાબદારીઓનું પાલન કરીશું. તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશમાં જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ નથી બની કોરોનાએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે વિકાસના એક નવા મૂલ્ય આધારિત મોર્ડલ હોવું જાેઇએ તેમણે એમ પણ કહ્યું કે સ્વદેશીનો મતલબ એ નથી કે વિદેશીનો બહિષ્કાર કરવો.HS