શાહીન બાગમાં સીએએનો વિરોધ કરનાર શહજાદ અલી ભાજપમાં જોડાયા
નવીદિલ્હી, નાગરિકતા કાયદા વિરૂધ્ધ પ્રદર્શન અને વિરોધનું મુખ્ય કેન્દ્ર રહેલા શાહિન બાગના સામાજિક કાર્યકર શહજાદ અલી ભાજપમાં જાેડાઇ ગયા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને શ્યામ જાજુએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી.સીએએની સમર્થક પાર્ટીમાં સામેલ થયા બાદ શહજાદે કહ્યું કે હું એ લોકોને ખોટા સાબિત કરવા માટે ભાજપમાં જાેડાયો છું જે લોકો ભાજપને અમારા દુશ્મન માને છે સીએએની ચિંતાઓને લઇને અમે તેમની સાથે બેસીશું.
ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે પાર્ટી તમામ મુસ્લિમ ભાઇઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માંગે છે ગુપ્તાએ કહ્યું કે આજે સેંકડો મુસ્લિમ ભાઇઓએ પાર્ટી જાેઇન કરી છે તેમણે જાણ્યુ છે કે અહીં મુસલમાનો સાથે ભેદભાવ થતો નથી અને અમે તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માંગીએ છીએ.
ગુપ્તાએ કહ્યું કે હું તે બધી મહિલાઓને શુભેચ્છા પાઠવવા માંગુ છું જેઓ ટ્રિપલ તલાકના મુદ્દે વડાપ્રધાન મોદી તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને ધ્યાનમાં લઇને પાર્ટીમાં સામેલ થઇ છે ભાજપના નેતા શ્યામ જાજુએ કહ્યું કે દરેક મુસ્લિમને એ ખબર પડી ગઇ છે કે કોઇએ રાષ્ટ્રીયતા સાબિત કરવાની જરૂર નથી.
જાજુે કહ્યું કે જયારે પણ સીએએને લઇને વાત થાય છે ત્યારે કેટલાક રાજકીય પક્ષો મુસલમાનોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે પરંતુ દેશના દરેક મુસ્લિમને ખબર પડી ગઇ છે કે કંઇ પણ સાબિત કરવાની જરૂર નથી કોઇને વોટ અને નાગરિકતાના અધિકારથી વંચિત રાખવામાં આવશે નહીં તેમને ન્યાય આ પાર્ટી પાસેથી મળી શષકે છે તેવું મહેસુસ થયા બાદ મોટી સંખ્યામાં મુસ્લિમો કે જેઓ શાહીન બાગ પ્રદર્શનમાં સામેલ થયા હતાં તેઓ ભાજપમાં જાેડાયા છે.HS