કોરોનાના દર્દી પાસેથી વધારે રૂપિયા પડાવતો સેટેેલાઈટનો ડોક્ટર
(પ્રતિનિધિ ) અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે કેટલાંક ડોકટરો દ્વારા કોરોનાના દર્દી પાસેથી નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રકમ પડાવાતી હોવાની ફરીયાદ ઉઠઠવા પામી છે. શહેરના સેટેેલાઈટ આનંદનગર રોડ પર આવેલી એક હોસ્પીટલના ડોક્ટર દ્વારા કોરોનાના દર્દીને દાખલ કરાવે ત્યારે જે તે દર્દી પોતાના પરિચિત હોવાનુ જણાવીને અને તેઓ પોતે જ કોરોનાની સારવારનુ બિલ ભરી દેતા હતા અને પછી ડોક્ટરે પોતે બિલ ભર્યુ હોય તેના કરતા અનેક ગણા વધારે રૂપિયાનું બિલ દર્દી પાસેથી વસુલતા હતા. આ પ્રકારના આક્ષેપો સાથે ડોક્ટરોના એસોસીએશને પગલાં ભરવાની માંગણી કરી છે. અમદાવાદ હોસ્પીટલ એન્ડ નર્સ્િંાગ હોમ્સ અસોસીએશને પોલીસ કમિશ્નર સમક્ષ ફરીયાદ કરી છે. આ અંગે યોગ્ય પગલાં ભરવા પણ માંગ ઉઠી છે.