કેમ્પ હનુમાનદાદાનું મંદિર ખુલશે નહીં
(પ્રતિનિધિ ) અમદાવાદ: કેમ્પના હનુમાન દાદાના દર્શન હજુ કરી શકાશે નહીં. કારણ કે કોરોનાને કારણે દર્દીઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થાય એમ હોવાથી આર્મીની સુચના પ્રમાણે મંદિર ખોલાશે નહીં. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી શકાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે. પરંતુ મંદિરથી થોડે દૂર કોવિડ સેન્ટર હોવાથી દર્શનાર્થીઓ તથા એ સેન્ટરના દર્દીઓ બંન્નેનું સ્વાસ્થ્ય જાેખમાય નહીં એને કારણે હજુ પણ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યુ નથી. આ મંદિર લશ્કરી છાવણીમાં આવ્યુ હોવાથી જ્યાં સુધી સંપૂર્ણ આદેશ ન મળે ત્યાં સુંધી દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવામાં આવશે નહીં.