Western Times News

Gujarati News

સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત

સરકારી કર્મચારી અને તેના કુટુંબીજનોને સુવિધાઓ પુરી પાડવાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે

સરકારી ઘર આટલા સરસ હોય છે !!આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કેહાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે.

‘સૌનો સાથ- સૌનો વિકાસ’ નામંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગનાલોકોનું ધ્યાન રાખે છે. જેમાં સરકારના હાથ-પગ અને હૃદય સમાન સરકારી કર્મયોગીઓનેતેમના કાર્યસ્થળ નજીકમાં સપરિવાર સાથે રહેવા મળે તેનું ખાસ ધ્યાન રાખે છે અનેકાળજી લે છે સરકારમાંસતતભરતીથઈરહીછેઅનેસરકારીકર્મચારી – અધિકારીઓ રાજ્યસરકારના વિકાસ માટે સતત કામ કરતા હોયછે ત્યારે તેમના પરિવારો સાથે સારી રીતે રહી શકે તે માટે રાજ્યના તમામ નગરોમાં સરકારી આવાસો બનાવવામાં આવી રહ્યા છે અનેઆ માટે અંદાજપત્રમાં જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

રાજ્યની વિવિધ કચેરીઓમાં કાર્યરત કર્મયોગીઓને કાર્યસ્થળે વધુ સારુંવાતાવરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત પૂરું પાડવામાં આવી રહ્યું છે અને તેથી જદૂર-દૂરના જિલ્લાઓમાંથી આવતા કર્મચારીઓ પોતાના પરિવારની સાથે રહી શકે તે હેતુથીવર્ષોજૂના બંધાયેલા સરકારી આવાસોને તોડીને તે જગ્યાએ નવા આધુનિક સુવિધાસભર બહુમાળી આવસો બનાવવામાં આવ્યા છે .

આ મકાનોમાં બી, સી, ડી, અને ઇ કક્ષાના અલગ-અલગ ડિઝાઈનનામકાનો છે. જેમાં મોડ્યુલર કિચન, ડ્રોઈંગ રૂમ,બે ગેલેરી, બેડરૂમ વિથ એટેચ્ડ બાથરૂમ, અદ્યતન ટાઇલ્સ, વોર્ડરોબ,૨૪ કલાક પાણી અને વીજળીની સુવિધા,ફાયરસેફ્ટી તથા લિફ્ટ જેવી અતિ આધુનિકસુવિધાસભર વસ્તુઓથી આ ઘરને સજ્જ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશાળ પાર્કીંગ, બગીચો,આર.સી.સી.રોડ, મંદિર,સ્વીપર અને ડોર ટુ ડોર કચરો લઈ જતા વ્યક્તિની પણ સગવડતાઓ કર્મચારીનેઆપવામાં આવી રહી છે.

પોપડા ઉખડી ગયેલી દીવાલો, ધૂળિયું વાતાવરણ, બગીચાનો અભાવ અને કચરાનાઢગલાઓ એવું બધું તો હવે સરકારી વસાહતમાં  ભૂતકાળ બની ચૂક્યું છે.હવે તો એના સ્થાને એવાઆધુનિક અને અદ્યતન સગવડતાવાળા સરકારે મકાન બનાવ્યા છે કે નોકરી પૂર્ણ થયા બાદ પણતેને છોડીને જવાનું કોઇપણ કર્મચારીઓને મન નહીં થાય.

હા વાત છે- અમદાવાદમાં બનેલા સરકારી મકાનોની જ્યાં તે સંપૂર્ણ સગવડતાઓથી સમૃદ્ધ છે અને આ મકાનો ગુજરાત સરકારનામાર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર એક-બે નહીં પણ હજારોની સંખ્યામાં બન્યા છે અને અનેક કર્મયોગીઓ આજે ત્યાં વસવાટ કરી રહ્યા છે. ઉપરાંત શહેરના પોશ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર બોડકદેવ શાહીબાગ અને મેમનગર વિસ્તારમાંઆવી અનેક વસાહતોનું કામકાજ પ્રગતિના પંથે છે.

આ વિસ્તારોના સરકારી મકાનો ૩૦વર્ષથી પણ વધુ સમય પહેલાના બનેલા હતા,જેમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થઈ જવાથી વારંવાર તેને રિનોવેશન કરવાપડતા હતા. જેમાં ખર્ચનું પ્રમાણ ખૂબ વધી જતું હતું. તેથી રાજ્ય સરકારે એક હિતલક્ષી નિર્ણયમાં કર્મચારીઓને આ ઉત્તમ પ્રકારનું રહેણાંકઆપીને સાચા અર્થમાં સરાહનીય કાર્યકર્યું છે.

પાછલા ઘણા વર્ષોથી રાજ્ય સરકારમાં કર્મચારીઓની ભરતીનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે અને વતનથી દૂર હોવાને કારણે મોટા ભાગના લોકોને રહેવા માટેનીજરૂરિયાત ઉભી થાય છે. આ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે માત્ર અમદાવાદ જ નહીંપણ સમગ્ર રાજ્યમાં આ પ્રકારના બહુમાળી આવાસોનું નિર્માણ કર્યું છે. જૂના મકાનોનાસ્થાને નવા સુવિધાપૂર્ણ મકાનો બનાવીને કર્મચારીઓના જીવનધોરણને ઊંચું લાવવાનો રાજ્યસરકારનો આ એક ઉત્તમ પ્રયાસ છે. આલેખન;- મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.