Western Times News

Gujarati News

ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે ૭૧મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ ખાતે તા:- ૧૮- ૦૮- ૨૦૨૦ ના રોજ ૧૧: ૩૦ કલાકે સામાજિક વનીકરણ રેન્જ ઠાસરા દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં તાલુકાના ગામોમાં વિનામૂલ્યે લગભગ ૪૦૦૦ થી વધુ ઔષધીય વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ માં ૫૦૦ની આસપાસ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષરથને લીલી ઝડી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રાંત અધિકારી ઠાસરા), બી.એસ.ખોખરીયા (મામલતદાર ગળતેશ્વર), કરણ પ્રજાપતિ (ટી.ડી.ઓ ગળતેશ્વર), કે.એમ.ભોઈ (આર.એફ.ઓ, ડાકોર), કાંતિભાઈ પરમાર (ધારાસભ્ય ઠાસરા), વજેસિંહ પરમાર (પ્રમુખ તા.પં.ગળતેશ્વર) ધ્રુવલ પટેલ (સરપંચ, અંબાવ), રૂહીન વહોરા (મેનપુરા, ફોરેસ્ટર), તથા ઠાસરા રેન્જ સ્ટાફ તથા ભાવેશભાઈ દયા ફાઉન્ડેશનના વોલિયન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ તાલુકાના બીજા આગેવાનો હાજત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.