બાયડ શીતકેન્દ્રમાં નવીન બી .એમ. સી .યુ .પ્લાન્ટનો શુભારંભ કરાયો
બાયડ શીત કેન્દ્ર ખાતે આજ રોજ જી.સી.એમ.એમ.એફ ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા ગુજરાત ખેતી બેન્કના પૂર્વ ચેરમેન શ્રી કનુભાઈ એમ.પટેલના હસ્તે બાયડ શીતકેન્દ્ર ખાતે દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ કરી નવીન બી.એમ.સી.યુ.પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સાબરડેરીના ડિરેક્ટરશ્રી સુભાષભાઈ પટેલ,મેનેજીંગ ડિરેક્ટરશ્રી બી.એમ.પટેલ,જનરલ મેનેજરશ્રી જે.ડી.પટેલ,ડી.જી.એમ (એન્જી.) શ્રી આર.જે દેસાઈ,સાબરડેરીના દરેક હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ તથા ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બી.એમ.સી.યુ. પ્લાન્ટ આવવાથી સાબરડેરીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે જેના કારણે સાબરડેરીના નફામાં સીધે સીધો વધારો જોવા મળશે. દિલીપ પુરોહિત. બાયડ