ડોકટરથી વધારે કમ્પાઉન્ડર પર ભરોસો: શિવસેનાના નેતા સંજય રાઉત
મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોત કેસમાં તેના પિતાને લઇને વાંધાજનક નિવેદન આપનાર શિવસેનાના રાજયસભાના સાંસદ સંજય રાઉત ફરી વિવાદમાં છે આ વખતે તેમણે ડોકટર સામે ટીપ્પણી કરી છે મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડોકટર્સે તેને અપમાનજનક ગણાવી મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે.
મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને મોકલવામાં આવેલા પત્રમાં ડોકટરોએ પુછયુ છે કે શું સંજય રાઉતના નિવેદન સાથે ઉદ્વવ ઠાકરે કોઇ સંબંધ ધરાવે છે કે નહીં સંજય રાઉતે કહ્યું હતું કે કયારેય ડોકટરપાસે જતો નથી કારણ કે તેઓ કંઇ જાણતા નથી જયારેપણ મને જરૂરિયાત પડે છે ત્યારે હું કમ્પાઉન્ડર પાસેથી દવા લઉ છું.તેના પર મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશને કહ્યું કે મુખ્યમંત્રી કોરોના યોધ્ધાઓના રૂપમાં ડોકટરોના વખાણ કરે છે પરંતુ તેમની પાર્ટીના તેને નકારે છે.
વિવાદ વધતા સંજય રાઉતે સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં ડોકટરોનું અપમાન નથી કર્યું તેઓ જે રીતે સેવા કરે છે તે વખાણવા યોગ્ય છે.મારી ટીપ્પણી ડબ્લ્યુએચઓના સંદર્ભમાં હતી મારો અર્થ એ હતો કે જો ડબ્લ્યુએચઓએ ચપળતાથી કામ કર્યું હોય તો કોવિડ ૧૯ મહામારી ન બનતા એ યાદ રહે કે તાજેતરમાં રાઉતે અભિનેતા સુશાંતસિંહ રાજપુતના પિતાના બીજા લગ્નને લઇને વાંધાજનક ટીપ્પણી કરી હતી તેનાથી નારાજ સુશાંતના પિતરાઇ નીરજસિંહ બબલુએ તેને નોટીસ ફટકારી માફી માંગવાનું કહ્યું હતું જાે કે આ અંગે રાઉતે કહ્યું હતું કે આવી હજારો નોટીસ તેને આવે છે. તેના પર વિવાદ વધ્યો તો રાઉતે ફરી એકવાર યુ ટર્ન લીધો અને કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે સુશાંતના પરીવાર સાથે મારી સહાનુભૂતિ છે મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે સુશાંતના પરીવારે ધૈર્ય રાખવાની જરૂર છે.HS