ભારતના વલણથી એકાએક ચીન મિત્રતાનો રાગ આલાપવા લાગ્યું
નવીદિલ્હી, લદ્દાખ હિંસા બાદથી ભારત ચીન વચ્ચેના સંબંધમાં તનાવ છે અને ચીન સમયાંતરે એ સાબિત પણ કરી રહ્યું છે કે તે સુધરવાનું નથી જાે કે હવે એકદમથી તે મિત્રતાનો રાગ આલાપવા લાગ્યું છે જેનું કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલું જોશભર્યું ભાષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગષ્ટે પોતાના ભાષણમાં ઇશારામાં ચીનને સ્પષ્ટ સંદેશઆપી દીધો હતો કે તેની નાપાક હરકતોનો આગળ પણ આ જ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતના સાર્વભૌમત્વનું સન્માન અમારા માટે સર્વોચ્ચ છે એલઓસીથી લઇ એલએસી સુધી જયારે પણ કોઇએ અમને પડકાર ફેંકયો છે અમારા સૈનિકોએ તેમને બરાબર જવાબ આપ્યો છે.
વડાપ્રધાન મોદીના ભાષણ બાદ થથરી ગયેલુ ચીન હવે બંન્ને દેશો વચ્ચે સારા સંબંધોની દુહાઇ આપી રહ્યું છે ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ચીન ભારત સાથે પરસ્પર વિશ્વાસ અને સંબંધોને મજબુત કરવા માંગે છે અને મતભેદોને બરાબર રીતે પહોંચવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન ભારત સંબંધોથી ફકત બે દેશોને ફાયદો થશે અને સ્થિરતા તથા સકારાત્મક ઉર્જા વધશે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે ચીન ભારત સાથે પરસ્પર રાજનીતિક વિશ્વાસને મજબુત કરવો મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવો વ્યવહારિક અને દ્રિપક્ષીય સંબંધોને મજબુત કરવાનું ચાલુ રાખશે.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં લદ્દાખ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતાં જાે કે મોદીએ ચીનનું નામ લીધુ ન હતું પરંતુ ઇશારામાં સ્પષ્ટ કરી દીધુ કે ભારત તેની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ ચીનને ચેતવ્યું હતું તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર પરોક્ષ રીતે ચીન પર હુમલો કરતાં કહ્યું કે જે કોઇ ભારતની ભૂમિ પર કબજાે કરવાની નાપાક હરકત કરશે તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે સિંહે સુરક્ષા દળોને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે દેશને ભરોસો છે જયાં સુધી સૈનિકો તહેનાત છો કોઇ પણ આપણી જમીન પર એક ઇંચ પણ કબજાે જમાવી શકે તેમ નથી જાે કોઇએ આમ કર્યું તો તેણે ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જાેઇએ અમે જડબાતોડ જવાબ આપીશું.HS