મોંઘવારીમાં પેટ્રોલમાં સતત ત્રીજા દિવસે વધારો ઝીંકાયો
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેફામ વધારો શરૂ કર્યો છે. મંગળવારે સતત ત્રીજે દિવસે પેટ્રોલના ભાવ વધ્યા હતા. રવિવારથી ભાવવધારો શરૂ થયો હતો. દિલ્હીમાં લીટરે ૧૬ પૈસા, મુંબઇમાં લીટરે ૧૪ પૈસા, ચેન્નાઇમાં લીટરે ૧૨ પૈસા અને કોલકાતામાં લીટરે ૧૩ પૈસા ભાવ વધ્યા હતા. જોકે ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર જણાવાયા મુજબ દિલ્હી,કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ અનુક્રમે વધીને રૂપિયા ૮૦.૯૦, રૂ.૮૨.૪૩, રૂ. ૮૭.૫૮ અને રૂ. ૮૩.૯૯ થઇ ગયા હતા. બજારના જાણકારોના કહેવા મુજબ ચીને અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ તેલના ભાવમાં તેજી આવી હતી. બેન્ચમાર્કર કાચું તેલ બેન્ટ્રૂ ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ૪૬ ડાૅલર્સ થઇ જતાં ભાવ ઊંચકાયા હતા.અગાઉ બેન્ટ્રૂ કાચા ક્રૂડના ભાવ બેરલે ૪૪ ડાૅલર્સ હતા.આ જાણકારો કહે છે કે કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલના ભાવ ઘટાડી શકે છે એ માટે કેન્દ્રની અને રાજ્યોની ઓક્ટ્રોય ડ્યૂટી ઘટાડવી પડે.SSS