પ્લેટફોર્મ ટિકિટની કિંમત ૫૦ રૂપિયા કરાઈ
પૂણે ,પૂણે રેલવે ડિવિઝને તેની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારીને રૂપિયા પચાસ કરી દેતાં વિવાદ થયો છે. આ પ્લેટફોર્મ ટિકિટની તસવીર સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ છે કે રેલવેએ તેની નોંધ લઈને સ્પષ્ટતા કરવી પડી છે.
ત્યાં સુધી રેલવેની આ હરકત સામે રાજકીય ગરમાગરમી પણ વધી ગઈ છે. આ દરમિયાન રેલવેના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને તેમણે પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂપિયા ૫૦ કરી દીધા છે.
રેલવે પ્રવક્તાએ ટ્વીટર પર લખ્યું કે પૂણે જંકશન દ્વારા પ્લેટફોર્મ ટિકિટનું મૂલ્ય રૂપિયા ૫૦ કરી દીધું છે પણ તેનો આશય એવો છે કે કોરોના મહામારીને કારણે પ્લેટફોર્મ પર ઓછા લોકો ભેગા થાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન કરે.
ઉલ્લેખનીય છેકે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધાર્યા પછી સોશિયલ મીડિયામાં આ વિષય ચર્ચાનો બન્યો હતો અને લોકોએ ભાજપની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે લખ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં પ્લેટફોર્ ટિકિટનો ભાવ રૂપિયા ત્રણ હતો અને ભાજપના રાજમાં તે વધીને રૂપિયા ૫૦ કરી દેવામાં આવ્યોછે.SSS