ચીનની બેંકે ICICI બેંકમાં પોતાનો હિસ્સો વધારી દીધો
મુંબઈ, એક તરફ દેશમાં ચીનના માલસામાન અને વસ્તુઓના વિરોધની વાતો ચાલી રહી છે અને ક્રિકેટમાં વીવો મોબાઈલ ફોનની સ્પોન્સરશીપ પાછી ખેંચી લેવામાં આવી છે ત્યારે બીજી તરફ ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ આઈસીઆઈસીઆઈમાં હિસ્સેદારી ખરીદી છે. મજાની વાત એ છે કે ભારતના નિષ્ણાતો આ ઘટનાક્રમને જોખમ ગણતા નથી. અગાઉ બેન્ક ઓફ ચાઈનાએ ભારતની બીજી કેટલીક બેન્કોમાં પણ તેની હિસ્સેદારી વધારેલી છે. ગયા વર્ષ માર્ચ મહિનામાં કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધાર્યું હતું. પીપલ્સ બેંક ઓફ ચાઈના મુચ્યુઅલ ફંડ, વીમા કંપની સહિત ૩૫૭ ઈન્સ્ટીસ્ટયૂશનલ ઈન્વેસ્ટર્સમાં સામેલ છે જેમણે હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેંકની ક્યૂઆઈપી ઓફરમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ચીનની કેન્દ્રીય બેંકે આઈસીઆઈસીઆઈમાં ૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. અન્ય વિદેશી રોકાણકારોમાં સિંગાપોરની સરકાર, મોર્ગન ઈન્વેસ્ટમેન્ટ, સોસાઈટે જનરાલે સામેલ છે.SSS