અમેરિકામાં દુર્લભ ફાયર ટોર્નાડો જોવા મળતા દહેશત
વોશિંગ્ટન, કોરોના સંક્રમણની માર સહન કરી રહેલા અમેરિકાના જંગલોમાં હાલ આગ લાગેલી છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવી જ એક આગ વચ્ચે દુર્લભ ફાયર ટોર્નાડોનજરે પડ્યો છે. અહીંના લાૅયલ્ટન વિસ્તારમાં જંગલોમાં આગના કારણે એક વિશેષ ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અને તે પછી ખૂબ જ દુર્ભલ મનાતા ફાયર ટોર્નેડો નજરે પડ્યું હતું. આ ચક્રવાતમાં હવામાં ચક્રવાત સાથે આગ લાગે અને જ્યાં આગની ગરમી અને આગનો ધુમાડો ચક્રવાતની હવાને પોતાની સાથે જોડી દે છે. આટ આટલી મુસીબતો જોયા પછી હવે લોકો કહી રહ્યા છે કે ૨૦૨૦માં હવે ખાલી એલિયન્સ જ જોવાના બાકી રહ્યા છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ઉત્તરી કેલિફોર્નિયામાં જે ભીષણ આગ લાગી તેની પાછળ આ ફાયર ટોર્નેડો જ જવાબદાર છે. સીનિયર મીટ્રિયોલોજિસ્ટ ડાૅન જાૅનસને જણાવ્યું કે તેને ફાયરનેડો પણ કહેવાય છે અને આવું ખૂબ જ વિષમ હવામાનની પરિસ્થિતમાં સંભવ થાય છે. અને તે પૂરી રીતે આગ પર ભાર આપે છે. અને તે તેના રસ્તામાં આવતી દરેક વસ્તુને બાળી નાંખે છે.
ફાયરફાઇટર્સની એક ટીમ તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના માટે પણ આ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું હતું. જાૅનસને જણાવ્યું કે આ રીતના ફાયર ટોર્નાડો આગને ૩૦ હજાર ફીટ ઉપર આકાશ સુધી પહોંચાડી દે છે. અને તે સમયે ૧૦ મીલી પ્રતિ કલાકની સ્પીડે હવાઓ ચાલે છે. જે વધીને ૧૩૫ મીલ સુધી જઇ શકે છે. તેમણે જણાવ્યું કે ૨૦૧૮માં કેલિફોર્નિયામાં ફાયર ટોર્નેડા જોવામાં આવ્યો હતો. જે ૧૬૫ મીલી પ્રતિ કલાકની સ્પીડે સફર કરી રહ્યો હતો.
આ વર્ષે આ આગે હજી સુધી લોયલ્ટનમાં ૨૦ હજાર એકર જંગલને બાળીને ખાખ કર્યા છે. અને આ ફાયર ટોર્નાડોથી આ ભીષણ આગ, તાપમાન અને હવાને ઝડપથી ગતિ મળવાથી ઉદ્ધભવે છે.SSS