Western Times News

Gujarati News

કોરોનાના કારણે હાર્દિક કાર લઈને મુંબઈ પહોંચી ગયો

નવી દિલ્હી, આઈપીએલની ૧૩મી સિઝનનું આયોજન ૧૯ સપ્ટેમ્બરથી યૂએઈમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો ૨૦ ઓગસ્ટ પછી યૂએઈમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે ૧૫ ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓ પહોંચવાની ઘણી તસવીરો શેર કરી છે. જસપ્રીત બુમરાહ બાય રોડ અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો.

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ વડોદરાથી મુંબઈ ડ્રાઇવ કરીને પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રુણાલની પત્ની પંખુરી શર્મા પણ જોવા મળી હતી. પત્ની પંખુરીએ આ લોંગ ડ્રાઇવનો વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટેટ્‌સ પર લગાવ્યો હતો. બાકી ટીમોની વાત કરવામાં આવે તો ઘણા ખેલાડીઓએ આઈપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેએલ રાહુલ પણ મેદાનમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. જોકે વિરાટ કોહલી હજુ ઘરમાં જ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.