કરવા ગયા કંસાર થઈ ગઈ થુલી : ઓફલાઈન પ્લાનના કામ ર૦ દિવસમાં ઓનલાઈન દોઢ-બે મહિનાનો સમય
(પ્રતિનિધિ) અમદાવાદ: “કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી” ઓનલાઈન કામગીરી સારી વાત છે પરંતુ જાે તેનું કામ યોગ્ય રીતે ન થાય તો કામ કરનારા અને કામ માટે આવતા લોકોને ભારે તકલીફ પડે છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
રાજય સરકારના ઓનલાઈન પ્લાન પાસના સોફટવેર ‘ડીપીએસ’ના ધાંધિયાને જાેઈને કહી શકાય જેથી ડેવલપરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ૧પ મીટરથી ઓછી ઉંચાઈના બાંધકામના પ્લાન સબમિટ કરવા માટે ની વ્યવસ્થા કરાઈ છે. પહેલા ઓફલાઈન વ્યવસ્થામાં રૂ.૧પ-ર૦ દિવસમાં પ્લાન પાસ થઈ જતા હતા પણ હવે સોફટવેરની કવોરીઓને કારણે દોઢથી બે મહિને પ્લાન પાસ થઈ રહયાની ફરિયાદ ઉઠવા પામી છે.
બાંધકામના પ્લાન પાસ કરવામાં વધારે પારદર્શિતા આવે તે માટે ઓનલાઈન પ્લાન પાસની સિસ્ટમ વિકસાવાઈ હતી પરંતુ તેનાથી કામ સરળ થવાની જગ્યાએ મુશ્કેલીઓ વધી છે. કોર્પોરેશનમાં ૧પ મીટરથી ઓછી ઉંચાઈના પ્લાન ઓનલાઈન સબમિટ કરવા પડે છે તેના માટે ઈ-નગર બે સોફટવેર કાર્યરત છે
પરંતુ ટેર્નામેન્ટ કે બંગલાના બાંધકામના પ્લાન સબમિટ કરવામાં આવે તેવા કિસ્સામાં પ્લાન સરળતાથી પાસ થતા નથી સોફટવેર પ્લાન પાસ કરી નાંખે છે પછી ઓફલાઈન ચકાસણીમાં ખોટા પ્લાન પાસ થયા હોવાનું સામે આવ્યું છે તો કેટલાક કિસ્સામાં પ્લાન તમામ નિયમ મુજબ યોગ્ય હોવા છતાં પાસ થતા નથી આમ ઓનલાઈન સિસ્ટમમાં સોફટવેરના ધાંધિયા જાેવા મળતા હોવાની ફરિયાદ ઉઠી છે.