બેંકમાં SMS અને મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જ ચુકવવો નહિં પડે
(પ્રતિનિધિ દ્રારા) અમદાવાદ, એસબીઆઈમાં સેવિંગ્સ બેંક ખાતું ધરાવતા લોકોને હવે એસ એમ એસ ચાર્જ, તેમજ મિનિમન એકાઉન્ટ બેલેન્સ ચાર્જ ચુકવવો પડશે નહિં. SBI બેંકે ટ્વિટ કરીને જણાવ્યુ હતું. કે સેવિંગ્સ ખાતા ધારકોને હવે આ ચાર્જ ચુકવવો નહિં પડે.
અન્ય પ્રાઈવેટ બેંકોમાં SMS અને MAB મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જીસ લાગતાં હોવાને કારણે ખાતા ધારકો પરેશાન થઈ ગયા હતા. દર ત્રણ મહિને એસએમએસ અને દર મહિને મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જીસ ખાતામાંથી આપોઆપ કપાઈ જતાં હતા. જેને કારણે નાના અને મધ્યમ વર્ગના લોકોને દર વર્ષે ઘણાં રૂપિયાની બચત થશે.
Good news for SBI Savings Account holders! Now you don’t have to pay charges for SMS service and non-maintenance of monthly average balance. #SavingsAccount #SMSCharges #MAB #SBI #StateBankOfIndia pic.twitter.com/v3IcqzcsUh
— State Bank of India (@TheOfficialSBI) August 18, 2020
કેટલીક પ્રાઈવેટ બેંકો MAB મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જીસ હેઠળ, જો ખાતામાં 10000 રૂપિયાથી ઓછું બેલેન્સ હોય તો 350 રૂપિયાથી લઈને 750 રૂપિયા ચાર્જ કાપી લેતી હતી.
SBI બેંકની આ જાહેરાત બાદ અન્ય બેંકો શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યુ. પણ એટલું ચોક્કસ છે કે SBI બેંકમાં સેવિંગ્સ ખાતું ધરાવતા લોકોને ચોક્કસ ફાયદો થશે.