રિયા ચક્રવર્તીની ઔકાત નથી કે તે નીતીશકુમાર પર ટીપ્પણી કરી: ડીજીપી
પટણા, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલાની તપાસ સીબીઆઇ જ કરશે આજે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટના આ આદેશને બિહાર પોલીસની એક જીતના રૂપમાં જાેવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિહાર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે કહ્યું કે હું ખુબ ખુશ છું આ અન્યાયની વિરૂધ્ધ ન્યાયની જીત છે. આ ૧૩૦ કરોડ લોકોની ભાવનાઓની જીતચ છે. આ નિર્ણયથી સુપ્રકીમ કોર્ટ પ્રત્યે વધુ સન્માન વધશે આ નિર્ણયથી લોકોને આશા જાગશે કે સુશાંત સિંહ રાજપુત કેસમાં નિશ્ચિત રીતે ન્યાય મળશે.
સુપ્રીમ કોર્ટની મહોર બાદ સમગ્ર દેશને માહિતી મળી ગઇ છે કે બિહાર પોલીસ કંઇ ખોટું કરી રહી નથી કેટલાક લોકોને બેચેની અને ગભરામણ હતી કે કયાંક તેમની પોલ ના ખુલી જાય આથી તેમણે તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. પત્રકારોના સવાલ પર તેમણે કહ્યું કે હું રિપીટ કરૂ છું કે રિયા ચક્રવર્તીની હેસિયત નથી કે તે મુખ્યમંત્રી નીતીશકુમાર પર ટીપ્પણી કરે બિહારના મુખ્યમંત્રીએ જે સપોર્ટ કર્યો તેના કારણે સુશાંત કેસની તપાસ સીબીઆઇ સુધી પહોંચી છે.
એ યાદ રહે કે આ મામલામાં મહારાષ્ટ્ર પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવાયો હતો ત્યારબાદ સુશાંતના પિતાની ફરિયાદ પર પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો બિહાર પોલીસની ટીમ જયારે મુંબઇ તપાસ માટે ગઇ તો મહારાષ્ટ્ર પોલિસે કોઇ પણ મદદ કરી નહીં આ સાથે જ બિહાર પોલીસ ટીમનું નેતૃત્વ કરનાર આઇપીએસ અધિકારીને જબરજસ્તી કવારંટીન કરી દીધા હતાં.HS