અંકિતા લોખંડે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખુશ થઈ
મુંબઇ, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલાની તપાસ સીબીઆઇ જ કરશે આજે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે આ નિર્ણય બાદ અંકિતા લોખંડેની ખુશીનો પાર રહ્યો નહીં તેની સાથે કરવીર વોરાએ પણ નિર્ણય પર ખુશી વ્યકત કરી. અંકિતા લોખંડે અને સુશાંતની બેન શ્વેતા સિંહે જણાવ્યું હતું કે ઇન્તેજારનો સમય પુરો થયો અને કોર્ટે મામલાની તપાસ સીબીઆઇને સોંપી દીધી અંકિતાએ ટ્વીટમાં લખ્યું કે સચ્ચાઇની જીત થઇ છે. ટીવી એકટર કરણવીરે પણ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યકત કરી છે અને ટ્વીટ કર્યું હવે જે સચ્ચાઇ છે તે બહાર આવશે હું પ્રાર્થના કરૂ છું કે સુંશાંત તેમનો પરિવાર દોસ્તો અને પ્રશંસકોને ન્યાય મળશે. લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે હું આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનુ છું કોર્ટે કરોડો લોકોની ભાવનાઓનું સન્માન કર્યું છે. હવે સચ્ચાઇ સામે આવશે તે લોકોના નામ પણ સામે આવશે જે કેસને ભટકાવતા હતાં.HS