સુશાંત મામલો: મહારાષ્ટ્ર સરકાર રિવ્યુ પિટીશન દાખલ કરશે
મુંબઇ, સુશાંત સિંહ રાજપુતની તપાસ હવે સીબીઆઇ કરશે સુપ્રીમે આજે સુશાંતસિંહ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અને કહ્યું છે કે મામલાની તપાસ સીબીઆઇ કરશે તેના પર મહારાષ્ટ્ર સરકારે રિવ્યુ પિટીશન દાખલ કરવાની વાત કહી છે. મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પડકાર આપશે અને રિવ્યું પિટીશન કરશે તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા આ નિર્ણયને વિસ્તારથી વાંચો અને ત્યારબાદ રિવ્યું પિટીશન દાખલ કરવા પર વિચાર કરો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ૩૫ પાનાનો નિર્ણય છે અને દરેક પાસાનો બારીકાઇથી અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે પટણામાં દાખલ કરવામાં આવેલ એફઆઇઆર પણ કાનુની રીતે સમ્મત છે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે નીતીશ સરકાર તરફથી સીબીઆઇ તપાસની ભલામણ યોગ્ય હતી કોર્ટે કહ્યું કે હવે મહારાષ્ટ્રને તપાસમાં સહયોગ કરવો પડશે. કોર્ટે કહ્યું કે મુંબઇ પોલીસે તમામ પુરાવા સીબીઆઇને સોંપવામાં પડશે જો કે હજુ મહારાષ્ટ્ર સરકારે રિવ્યુ પિટીશન દાખલ કરવાની વાત કહી છે જયારે સુશાંતના પિતા કે કે સિંહના વકીલ વિકાસસિંહે તેને પરિવાર માટે મોટી જીત બતાવી છે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મુંબઇ પોલીસે આ મામલામાં કોઇ તપાસ કરી નથી બસ પુછપરછ કરી છે. સુશાંતના પિતરાઇ નીરજ સિંહે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યકત કરીએ છીએ.HS