પશ્ચિમી ઇન્ડોનેશિયામાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા
જકાર્તા, પશ્ચિમી ઇન્ડોનેશિયામાં આદે દરિયાની અંદર બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં જો કે તેનાથી કોઇ જાનહાનીના કોઇ અહેવાલો નથી અમેરિકી ભૂગર્ભીય સર્વેેએ કહ્યું હતું કે દરિયાની અંદર ૧૦ કિલમોટીરની ઉડાઇ ઉપર ૬.૮ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્ર સુમાત્રા ટાપુ પર બેંગકુલુ પ્રાંતમાં હતું ટાપુના અનેક પ્રાંતમાં તેનો અનુભવ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેની લગભગ ૬ મિનિટ બાદ ૬.૯ની તીવ્રતાનો એક વધુ આંચકો અનુભવાયો ભૂકંપથી સુનામી આવવાની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી એ યાદ રહે કે ઇન્ડોનેશિયા રિગ ઓફ ફાયર પર સ્થિત છે અને તેને કારણે અહીં ભૂકંપ જવાળામુખી અને સુનામી આવવાનો ખતરો બની રહે છે.HS